રેડ / સ્ટેટ વિજિલન્સની ટીમ પર કતારગામમાં રેડ કરવા જતા બુટલેગરોએ હુમલો કર્યો

DivyaBhaskar.com | Updated - Jan 14, 2019, 07:27 PM
  X

  • વરાછા વિસ્તારમાં દારૂની હેરાફેરી થતી હતી
  • સ્ટેટ વિજિલન્સની બે કારમાં તોડફોડ કરવામાં આવી

  સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં રેડ કરવા જતા સ્ટેટ વિજિલન્સની ટીમ પર બુટલેગરો દ્વારા હુમલો થયો હતો. વરાછા વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફે્રી થતી હોવાની બાતમી આધારે રેડ કરવામાં આવી હતી. દરમિયાન હુમલો થતા સ્ટેટ વિજિલન્સની ટીમના બે જવાનોને ઈજા પણ પહોંચી હતી.

  કતારગામ પોલીસ ઉંઘતી ઝડપાઈ

  1.વરાછાના માલિયાવાડમાં મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થતી હોવાની બાતમી આધારે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડના કારણે બુટલેગરોએ હુમલો કરી દીધો હતો. જેમાં બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે સ્ટેટ વિજિલન્સની બે પ્રાઈવેટ કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન કતારગામ પોલીસ ઉંધતી ઝડપાઈ હતી.  સ્ટેટ વિજિલન્સની રેડમાં મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો.જેથી વરાછા, કતારગામ સહિતના પોલીસ સ્ટેશનન કાફલો દોડી આવ્યો હતો.
  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App