Home » Daxin Gujarat » Latest News » Surat City » Birthday Special Story of M4M shop cotton businessman in surat

'પેરિસ'માં કપડા ન ખરીદી શકનારો સુરતનો 10 પાસ યુવક આજે છ ગારમેન્ટ શોરૂમનો માલિક

Divyabhaskar.com | Updated - Aug 01, 2018, 11:29 AM

ધોરણ 10 પાસ 28 વર્ષિય યુવાન જીંદગીમાં અનેક ફાયદા નુકસાન વેઠીને આજે પહોંચ્યો છે સફળતા શિખરે

 • Birthday Special Story of M4M shop cotton businessman in surat
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  હરિયાણામાં થયેલી નુકસાનીએ સુરતનો રાહ ચિંધ્યો

  સુરતઃ ગિરકર ઉઠના ઉઠકર ચલના યહ ક્રમ હૈ સંસાર કા, કર્મવીર કો ફર્ક ન પડતા કિસી જીત યા કાર કા, યહ ક્રમ હૈ સંસાર કા...કોઈ કવિએ લખેલી આ પંક્તિના શબ્દો આમ તો ખૂબ સરળ છે. પરંતુ વાસ્તવિક જીવનમાં આ પંક્તિને જીવવી ખૂબ કઠિન છે. પરંતુ સુરતને પોતાની કર્મભૂમિ બનાવનારા એક 28 વર્ષિય યુવકે નાની ઉંમરે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને રિટેઈલ બિઝનેસમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. સુરતમાં આવેલા પેરિસના શો રૂમમાં પપ્પા પાસે મર્યાદિત રૂપિયા હોય કપડા ન ખરીદી શકનારા આ યુવકે સામાન્ય માણસો કપડા ખરીદી શકે તેવા સ્ટોર શરૂ કરવાની ગાંઠ વાળી લીધી હતી. અને એ કરી બતાવતાં આજે રોજનો મસમોટો બિઝનેસ નીતિન કરી રહ્યાં છે.  હરિયાણામાં થયેલી નુકસાનીએ સુરતનો રાહ ચિંધ્યો

  હરિણાયાના રોહતકમાં શર્ટનું કામકાજ કરતાં રામચંદ્ર આહુજા અને આશાદેવીના ઘરે પહેલી ઓગસ્ટ 1990માં નીતિનનો જન્મ થયો હતો. ધોરણ 6 સુધી રોહતકમાં ઉછરેલા નીતિનને પપ્પાના ધંધામાં ગયેલા નુકસાનથી સુરત આવવાની ફરજ પડી હતી. પિતાએ નુકસાની ભરવા માટે સ્ટોરથી લઈને તમામ મિલકતો વહેંચીને લેણીયાતોના રૂપિયા ચુકવ્યાં હતાં. બાદમાં કાકા દિનેશે સુરતની રાહ ચિંધતા રામચંદ્ર આહુજા પરિવાર સાથે સુરત આવ્યાં હતાં.અને દુપટ્ટાનો ધંધો કરવા લાગ્યા હતાં.

  ધંધામાં રસ હોય ભણવું ન ગમ્યું

  એક મોટાભાઈ અમિત અને નાની બહેનથી મોટા નીતિન આહુજાએ ખુલ્લા દિલે જણાવ્યું હતું કે, હરિયાણાથી છ ધોરણ પાસ કરી સુરતમાં ભણવા બેઠો ગુજરાતી સમજમાં ન આવતાં થોડી મુશ્કેલી પડતી હતી. જો કે, ભણવામાં જ રસ ન હોવાથી 10 પાસ કરીને આગળ ભણવાનું માંડી વાળ્યું હતું. ઘરેથી થોડું વધારે ભણવાનો આગ્રહ હતો. પરંતુ મને વધારે મજા ધંધામાં આવતી હતી. શોપ પર બેસીને ગ્રાહકોને માલ વેચવો આ જ વિચારો સતત મગજમાં ચાલતા રહેતા હતાં. વળી મોટા ભાઈ પણ ધંધો કરતાં અને પિતા પણ આ બન્નેમાંથી સતત પ્રેરણા મળતી રહેતી એટલે ધંધામાં જ આગળ વધવાનું નક્કી કર્યું હતું.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો, પહેલાં જ ધંધામાં મળી નિષ્ફળતાં
 • Birthday Special Story of M4M shop cotton businessman in surat
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પહેલાં જ ધંધામાં મળી નિષ્ફળતાં

  પહેલાં જ ધંધામાં મળી નિષ્ફળતાં
   
  પરિવાર સાથે બેસીને ભણવા કરતાં ધંધાનું નક્કી કર્યું. ઘરેથી હોલસેલનો ધંધો શરૂ કરવા માટે પરવાનગી સાથે એક લાખ રૂપિયા પણ મળ્યાં. અને હોલસેલનો ધંધો શરૂ કર્યો. શરૂઆતમાં એક દુકાન ભાડેથી રાખી અને તેમાં માલ રાખી વાપીથી સેલવાસ સુધી થેલાઓ ભરીને માલ આપવા જતા હતાં. જેમાં ઘણીવાર અમુક લોકોએ રૂપિયા પરત ન કર્યા તો બાકીનો ધંધો વધારે રહેતો. એવામાં ચોમાસામાં દુકાનમાં પાણી ભરાતાં માલ ખરાબ થઈ ગયો. પહેલા કોળીએ જ માખી આવી હોય તેમ વળી હતા ત્યાંના ત્યાં આવી ગયાં. પરંતુ મક્કમતાથી ધંધો તો કરવો જ એવી મનમાં ગાંઠ વાળી લીધી હતી.
   
  મોંઘા પેન્ટથી મધ્યમવર્ગનો આવ્યો વિચાર
   
  નીતિન આહુજાએ જણાવ્યું હતું કે, સ્ટ્રગલ તો દરેકને દરેક જગ્યાએ કરવી જ પડતી હોય છે. પરંતુ મને યાદ છે એક સમયે પપ્પાની આવક ઓછી હતી અને હું કદાચ ત્યારે ભણતો હતો. એટલે પપ્પાને એકવાર કપડા લેવા માટે શો રૂમમાં લઈ ગયો ત્યાં અમારા બજેટ 2500માં બે જોડી લેવાની હતી પરંતુ એક પેન્ટ જ લઈ શક્યાં. અને શો રૂમ બહાર એક મધ્યમવર્ગીય પરિવારનું સંતાન પણ મારી જેમ જીદ કરી કપડા લેવા ઈચ્છતું પરંતુ લઈ ન શકતાં એક તમાચો દીકરાને ઝીંકી દઈ ચાલતી પકડી હતી. ત્યારે વિચાર આવ્યો કે શા માટે આ લોકો માટે કંઈક સારું અને સસ્તુ વેચી ન શકું.
   
  આગળની સ્લાઈડ્સમાં વાંચો, ફરી રિટેઈલના બિઝનેસમાં ઝુકાવ્યું

 • Birthday Special Story of M4M shop cotton businessman in surat
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ફરી રિટેઈલના બિઝનેસમાં ઝુકાવ્યું

  ફરી રિટેઈલના બિઝનેસમાં ઝુકાવ્યું
   

  હોલસેલના ધંધામાં નિષ્ફળતા મળી હતી. અને મધ્યમવર્ગ માટે કંઈક કરવું હતું. પરંતુ ફરી વિશ્વાસ કોણ મુકે.. પરિવારે સપોર્ટ કર્યો થોડા રૂપિયા આપ્યા અને હોટ એન્ડ હેન્ડસમ-2ના નામ સાથે ધંધો કર્યો. પહેલા દિવસે પાંચ હજારનું કાઉન્ટર મળ્યું. અને સાતેક દિવસમાં ધંધો થોડો ઘણો સેટ થયો.. માલ ઉપરથી પણ યોગ્ય રીતે મળતો અને વેચાતો પણ ખરો.. પરંતુ બાદમાં શોપનું નામ બદલીને મી. સ્મિત કર્યું પરંતુ આવક ઓછી રહેતા અમારા ચહેરા ઉદાસ થવા લાગ્યાં.. એટલે મોટાભાઈએ જ નામ સજેસ્ટ કર્યુ M2M..અને આ નવા નામ સાથે શરૂ થયેલી જર્નીથી અમે માર્કેટ કવર કર્યુ પરંતુ એમાં પણ વિધ્નો તો આવ્યાં જ...
   
  સુરતમાં પ્રથમવાર કપડાંમાં લાવ્યા સ્કિમ
   
  નીતિન આહુજાએ જણાવ્યું હતું કે, માર્કેટ અમે એમટુએમના નામે કવર કરવા લાગ્યાં હતાં. નવી સ્કિમો લાવ્યા કદાચ સુરતમાં સૌપ્રથમવાર 2010ની સાલમાં 2000 રૂપિયામાં ત્રણ જીન્સ વેચવાનું શરૂ કર્યું. નફો ઓછો હતો પરંતુ ગ્રાહકો વધારે હતાં. અને આ જ અમારી જીત હતી. જો કે, નામ રજીસ્ટર્ડ કરાવવાની કે ધંધાની કાયદાકીય માહિતીઓના અભાવે અમારે સહન કરવાનું પણ સારા ધંધાની સાથે જ આવ્યું. અમારા નામની અન્ય કોઈએ દુકાનો શરૂ કરી પરંતુ અમે કશું કરી શકીએ તેમ નહોતાં. અમારા જ કોન્ટેક્ટ પર એમણે અમારો ધંધો ચોપટ કરી દીધો પરંતુ સૌ સૌનું કમાય એ એવું મોટું મન રાખ્યું. જેમાં અમારો ધંધો પડી ભાંગ્યો..સો ટકાનો ધંધો ક્રમશઃ 12 ટકાએ આવી ગયો હતો. પરંતુ હિંમત તો એમની એમ જ રહી...
   
  આગળની સ્લાઈડ્સમાં વાંચો, નવા નામ સાથે ફરી બજાર સર કર્યુ

 • Birthday Special Story of M4M shop cotton businessman in surat
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  નવા નામ સાથે ફરી બજાર સર કર્યુ

  નવા નામ સાથે ફરી બજાર સર કર્યુ
   
  કહેવાય છે કે, સોનું અને હીરો ઘસાય ત્યારે જ એની સાચી ચમક બહાર આવે. પોતાની જ બ્રાન્ડથી કોઈ અન્ય ધંધો કરતાં હતાં. પરંતુ પોતે સ્ટ્રગલમાં મુકાયા હતાં. પરંતુ નીતિનભાઈએ કહ્યું કે, અમે આ વખતે કોઈ જ કાયદાની આટીધૂંટીમાં આવ્યા વગર M4Mની નવી બ્રાન્ડ સાથે રિટેઈલર શોપ રજીસ્ટર્ડ કરીને શરૂ કરી. અને ધંધો ફરીથી શરૂ કર્યો રામચોકમાં પણ સ્ટોર ખોલ્યો.. એક પછી એક સ્ટોર ખોલતાં આજે લગભગ પાંચ સ્ટોર તો કાર્યરત જ છે અને છઠ્ઠો સ્ટોર પણ ટૂંક સમયમાં ખોલી રહ્યાં છીએ. હવે એમ કહી શકાય કે અમે માર્કેટ સર કરવાની દિશામાં છીએ. અને એ પણ સારી બ્રાન્ડ અને માલના સથવારે...
   
  ક્વોલિટી અને ભાવ સાથે સારી સેવાને કોઈ ટક્કર ન મારી શકે
   
  પોતાના ધંધાના સિક્રેટ શેર કરતાં નીતિન આહુજાએ કહ્યું હતું કે, ગ્રાહકોને સંતોષ મળે તે જ મહત્વનું છે. સારું આપશો તો લોકો આવશે પરંતુ યોગ્ય ભાવ અને ગ્રાહકોને પુરતી સેવા આપશો તો એ બીજે ક્યાંય નહી જાય માત્ર અને માત્ર તમારી જ પાસે આવશે. અને એકવાર ગ્રાહકનો વિશ્વાસ જીતી લીધા બાદ ધંધો તમારો જ છે. સાથે તમારી સાથે અને પાસે કામ કરતાં લોકોને પુરતી ટ્રેનિંગ આપો. મારી પાસે પાંચ લોકોથી લઈને આજ 50થી વધુ લોકો કામ કરે છે. પરંતુ તમામને કર્મચારી નહીં પરંતુ પાર્ટનર તરીકે રાખો તો ધંધાને કોઈ આંબશે જ નહીં. આપણે રોજ દૂધ પીએ તેમ ધંધાને પણ રાખવો જોઈએ કારણ કે, ધંધામાંથી તમારી દિશા ફંટાઈ તો ધંધો નાશ જ પામે. પરંતુ ફરીથી ધંધો ઉભો થવાનું કારણ જ એ છે કે, લોકોનો વિશ્વાસ, સાથીઓનો સહયોગ અને કુશળતા અને કુનેહના કારણે જ આજે ફરી બેઠા થયા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
   
  આગળની સ્લાઈડ્સમાં વાંચો, ગ્રાહકોથી ભરાયેલી શોપ જોઈને મળે આનંદ

 • Birthday Special Story of M4M shop cotton businessman in surat
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગ્રાહકોથી ભરાયેલી શોપ જોઈને મળે આનંદ

  ગ્રાહકોથી ભરાયેલી શોપ જોઈને મળે આનંદ
   
  પત્ની શૈલી અને બે બાળકો -મોટી દીકરી અને 15 દિવસના દીકરાના પિતા નીતિનભાઈએ જીંદગીની સારી ક્ષણ વિષે જણાવ્યું હતું કે, મને પાણીપતથી 2013માં જોવા માટે મહેમાન આવ્યા અને સ્ટોરમાં આવ્યાં ત્યારે તેમને ઉભા રહેવાની જગ્યા ન મળે તેટલા ગ્રાહકો હતાં. અને આ પ્રમાણે જ ગ્રાહકો મારી દુકાનમાં સતત આવતાં રહે.. સતત લોકોથી ભરાયેલો સ્ટોર જોઈને મને ખૂબ આનંદ મળે અને એટલે જ અમે એક દિવસીય સેલની શરૂાત કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
   
  બ્રાન્ડના દુરૂપયોગથી દુઃખ થયું મન શીખ્યા વધુ
   
  પોતાની બ્રાન્ડનો કોઈ બીજા દુરૂપયોગ કરતા ત્યારે દુઃખ થયું. પરંતુ શીખવા ઘણું મળ્યું અને નવી બ્રાન્ડમાં એવી ભૂલો ન થાય તેની તકેદારી રાખી અને ફરીથી ધંધામાં ઝંપલાવ્યું. પિતાનું અવસાન 2012માં કમળો અને ત્યારબાદ લિવરના કારણે થયું હતું. સારા નરસા પ્રસંગો દરેકના જીવનમાં આવતાં રહેતા હોય છે પરંતુ તેમાંથી કંઈક શીખીને આગળ વધતાં રહ્યાં હોવાનું જણાવી નીતિનભાઈએ કહ્યું કે આ તો હજુ શરૂઆત છે.
   
  આગળની સ્લાઈડ્સમાં વાંચો, પુરતું નોલેજ લઈને ધંધામાં ઝંપલાવવાની સલાહ

 • Birthday Special Story of M4M shop cotton businessman in surat
  નોલેજ લઈને ધંધામાં ઝંપલાવવાની સલાહ

  પુરતું નોલેજ લઈને ધંધામાં ઝંપલાવવાની સલાહ
   
  નીતિનભાઈએ આહુજાએ કહ્યું કે, મારી પણ હજુ શરૂઆત જ છે છ સ્ટોર પરથી 60 સ્ટોર પર પહોંચવું છે. પરંતુ એકવાત ચોક્કસ કહીશ કે ધંધો પછી ગમે તે હોય પરંતુ તેમાં બધું જ નોલેજ લઈને પછી ઝુકાવવું જોઈએ. રિસ્ક લેવાની પુરતી તૈયારી રાખવી જોઈએ અને ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરતા રહેવું જોઈએ. અને સતત શીખતા રહેવું જોઈએ. સારૂ વાંચન, રિસર્ચ, સારી ખરીદી બિઝનેસ ગુરૂઓ પાસેથી કે પછી નવા કોર્ષ પણ કરી શકાય. મેં બિઝનેસ મેનેજમેન્ટ કોર્સ પણ કર્યો છે. અંતે જ સાથી કર્મચારીઓને મજબૂરીમાં નહી પરંતુ મજબૂતીથી સાચવવા જોઈએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ