Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » bhandut village disposal site made protest by villagers in surat

ભાંડુત ગામમાં ડિસ્પોઝલ સાઈટ બનાવવા સામે ગામવાસીઓનો રોષ, યોજાઈ વિરોધ સભા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 06:18 PM

સુરત શહેરી વિસ્તારનો ગંદો એઠવાડ ઠાલવવાના નિર્ણયનું ભૂત ફરી ધૂણતાં ભાંડુત ગામે વિરોધ સભા યોજાઈ

  • bhandut village disposal site made protest by villagers in surat
    સરકારની નીતિથી કાંઠાના લોકોનું સ્વાસ્થ્ય જોખમાશેઃ ગામવાસીઓ

    સુરત: ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ભાંડુત ગામની સરકારી ગૌચરણની જમીનમાં સુરત શહેરી વિસ્તારનો ગંદો એઠવાડ ઠાલવવાના નિર્ણયનું ભૂત ફરી ધૂણતાં આજે(રવિવાર) ભાંડુત ગામે વિરોધ સભા યોજાઈ હતી. જેમાં સ્થાનિક રહીશો,ગુજરાત ખેડૂત સમાજ આગેવાનો અને સરપંચો હાજર રહ્યા હતા.



    ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો

    ઓલપાડના ભાંડુત ગામમાં સુરત શહેરનો કચરો ઠાલવવા માટેનું પ્રકરણ ફરી સક્રિય થયું છે. થોડા સમય પહેલા સુરત મહાનગર પાલિકાએ ઘનકચરો ઠાલવવા માટે બ્લોક નં-54, 55 અને 191 વાળી સરકારી જમીનને ફાળવી આપવા માંગ કરી હતી. સરકારે બહાલી આપતા કલેક્ટરે ભાંડુત ગ્રામ પંચાયતની બ્લોક નંબર 54ની 28,237 ચોરસ મીટર, બ્લોક નંબર 55ની 8,30,521 ચોરસ મીટર, બ્લોક નંબર-191ની 57,668 મીટર જમીન મળી કુલ 9,16,426 ચોરસ મીટર જમીન આપવા તૈયારી બતાવી છે. આ જમીનની આજુબાજુના વિસ્તારમાં મંદરોઇ જેવા આઠથી દસ ગામો છે. કલેકટરે રજિસ્ટ્રારને એક વર્ષમાં ભાંડુત અને મંદરોઇની બિન ખેતી જમીનના વેચાણ અંગેની વિગતો મંગાવી હતી. તદુપરાંત નગર નિયોજકને જમીનના બજારભાવ નક્કી કરવા માટે જમીન મૂલ્યાંકનનો અહેવાલ મોકલવા માટે પત્ર મોકલ્યો હતો. આ અંગેની વાત ભાંડુત સહિત આજુબાજુના ગામડાઓમાં ફેલાતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. આ મામલે ડમ્પિંગ સાઇટને લઇ અસરગ્રસ્ત થનારા ગામવાસીઓએ ધારાસભ્ય મુકેશ પટેલને રજૂઆત કરી હતી. જેમાં તેમણે તમામ ગામના સરપંચ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી હતી.

    સરકારની નીતિથી કાંઠાના લોકોનું સ્વાસ્થ્ય જોખમાશેઃ ગામવાસીઓ

    ગ્રામજનોની રજૂઆતોને ધ્યાને લઈ મુખ્યમંત્રીએ સુરત કલેક્ટરને ટેલિફોનિક સૂચના આપીને જમીન એલોટમેન્ટ નહીં કરવા જણાવ્યું હતું. અન્ય વૈકલ્પિક જગ્યા પસંદ કરવા ફરમાન કર્યું હતું. તેમ છતાં હજુ હિલચાલ જારી છે. જેથી ગામવાસીઓમાં રોષ ફેલાયો છે. આજે ભાંડુત ગામે વિરોધ સભા યોજાઈ હતી. જેમાં સ્થાનિક રહીશો,ગુજરાત ખેડૂત સમાજ આગેવાનો અને સરપંચો હાજર રહ્યા હતા. ગામવાસીઓનો આરોપ છે કે, સરકાર ખજોદમાં ડ્રીમ સિટીના કારણે ડિસ્પોઝલ સાઇટ હટાવી ભાંડુતમાં લાવવા માગે છે. એટલું જ નહીં માનીતા બિલ્ડરોને ફાયદો કરાવવા માંગે છે. સરકારની આ નીતિથી કાંઠાના લોકોનું સ્વાસ્થ્ય જોખમાશે, તેવું કાંઠા વિસ્તારના લોકોનું માનવું છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending