લોકસભા / કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ સોશિયલ મીડિયાને ટાંકીને કહ્યું કે, રાહુલ ગાંધી શંકર હોય તો ઝેર પીવડાવો

ગણપત વસાવાએ વિજય સંકલ્પ રેલીમાં કોંગ્રેસ પ્રમુખ વિરુધ્ધ આપ્યું નિવેદન
ગણપત વસાવાએ વિજય સંકલ્પ રેલીમાં કોંગ્રેસ પ્રમુખ વિરુધ્ધ આપ્યું નિવેદન

  • સભામાં સોશિયલ મીડિયાના નિવેદનો વાંચ્યા
  • વિજય સંકલ્પ રેલીમાં વસાવાની ટીપ્પણી

DivyaBhaskar.com

Mar 25, 2019, 05:44 PM IST

સુરતઃલોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ભાજપ દ્વારા ઠેર ઠેર વિજય સંકલ્પ રેલીના આયોજનો કરવામાં આવી રહ્યાં છે. બારડોલીના બાબેન ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં ચાલતાં નિવેદનોને વાંચીને કોંગ્રેસ પ્રમુખ પર ટીખળ કરી હતી જેનાથી વિવાદનો મધપૂડો છંછેડાયો હોય તેવું લાગી રહ્યું છે. ગણપત વસાવાએ કહ્યું કે, સોશિયલ મીડિયામાં કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીને શંકરનો અવતાર ગણે છે. જેનો યુવાનો દ્વારા પ્રતિકાર કરતાં પુછવામાં આવે છે કે, શંકર ભગવાને તો ઝેરના ઘૂંટડા પીધા હતાં. જ્યારે રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર આપીને ચેક કરો તો અમે પણ માનીએ તેમ વસાવાએ કહેતા નવો વિવાદ ઉભો થાય તેવું માનવામાં આવી રહ્યું છે.

વસાવા વિવાદીત નિવેદનો માટે જાણીતા

ગણપત વસાવાએ અગાઉ પુલવામા હુમલા સમયે ભાજપના કોઈ નેતા કશું જ નહોતા બોલાતા અને ઉપરથી કોઈ વિવાદીત નિવેદન ન કરવા સ્પષ્ટ સૂચના હોવા છતાં પણ નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને કહ્યું હતું કે, ચૂંટણી રોક દો પાકિસ્તાન કો ઠોક દો..સાથે જ કોંગ્રેસના નેતાઓ દ્વારા એર સ્ટ્રાઈકના પુરાવા અને આતંકીઓના મોત મુદ્દે પુરાવા માંગવામાં આવ્યા ત્યારે વસાવાએ કહ્યું હતું કે, એકાદ નેતાને પ્લેન સાથે જ બાંધીને મોકલવાની જરૂર હતી.

X
ગણપત વસાવાએ વિજય સંકલ્પ રેલીમાં કોંગ્રેસ પ્રમુખ વિરુધ્ધ આપ્યું નિવેદનગણપત વસાવાએ વિજય સંકલ્પ રેલીમાં કોંગ્રેસ પ્રમુખ વિરુધ્ધ આપ્યું નિવેદન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી