13 અને 11 વર્ષના બાળકો, IT એન્જિનીયર, મેડિકલ સ્ટુડન્ટ લેશે દીક્ષા, કરાયું સન્માન

DivyaBhaskar.com

Dec 06, 2018, 02:33 PM IST
13 વર્ષીય નીરજ, 11 વર્ષીય સમતા, આઈટી એન્જિનીયર નિકિતા કોટડિયા અને મેડિકલ સ્ટુડન્ટ કરિશ્મા કોટડિયાનું સન્માન કરવામાં આવ્યું
13 વર્ષીય નીરજ, 11 વર્ષીય સમતા, આઈટી એન્જિનીયર નિકિતા કોટડિયા અને મેડિકલ સ્ટુડન્ટ કરિશ્મા કોટડિયાનું સન્માન કરવામાં આવ્યું

* કરોડપતિ કાપડ વેપારીના પુત્ર અને પુત્રી દીક્ષા લેશે


* ફેબ્રુઆરીમાં રાજસ્થાનમાં દીક્ષા યોજાશે

સુરતઃ
સીટી લાઈટ ખાતે અગ્રસેન ભવનમાં 4 દીક્ષાર્થીઓનો અભિનંદન સમારોહ યોજવામાં આવ્યો હતો. શ્રી સાધુ ધારી જૈન સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સુરત શહેરના કાપડ વેપારીના 13 વર્ષીય પુત્ર અને 11 વર્ષીય પુત્રી જે દીક્ષા લેવા જઇ રહ્યા છે. તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બીજી બાજુ મહારાષ્ટ્રથી આવેલી બે યુવતીઓનું પણ આ સમારોહમાં સન્માન કરવામાં આવ્યું, જે દીક્ષા લેવા જઈ રહી છે. જેમાં કરિશ્મા મેડિકલ સ્ટુડન્ટ છે તો બીજી બાજુ નિકિતા આઈટી એન્જિનીયર અને પ્રોફેસર રહી ચૂકી છે.

ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

સુરતમાં ફરી એક વખત સગા ભાઈબહેન દીક્ષા લેવા જઇ રહ્યા છે. શહેરના કરોડપતિ કાપડ વેપારી નિર્મલ મારુના બે બાળકો ફેબ્રુઆરી મહિનામાં રાજસ્થાનના ઉદયપુરમાં આચાર્ય રામલાલ મહારાજના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરશે. નિર્મલભાઈના બંને બાળકો 13 વર્ષીય નીરજ મારુ 11 વર્ષીય સમતા નાની ઉંમરે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. કરોડપતિ સમૃદ્ધ પરિવાર હોવા છતાં બંને મુમુક્ષુઓ દીક્ષા લેવા જઈ રહ્યા છે. આજ રોજ શ્રી સાધુવાદી જૈન સંઘ દ્વારા આ બન્ને બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

સંન્યાસીની જેમ જીવન વ્યતીત કર્યા

મુમુક્ષ નીરજ અત્યાર સુધી આચાર્ય મહારાજના સાનિધ્યમાં 400 કિલોમીટરની પદયાત્રા અને મુમુક્ષુ સમતા એ 245 કિલોમીટરની પદયાત્રા કરી ચૂક્યા છે. આ બંને બાળકોએ પોતાના નિર્ણય અંગે માતા-પિતાને વિશ્વાસ આપવા માટે 22 દિન સુધી કઠિન વ્રત પણ કર્યું હતું. માતા ચંચલ મારૂએ જણાવ્યું હતું કે તેઓ ની કઠિન પરીક્ષા પણ લેવામાં આવી હતી. આટલો વિહાર કરવા બાદ તેઓના પગમાં છાલા પડી ગયા હતા. તમામ સુખ સુવિધા હોવા છતાં તેઓએ ક્યારે પણ ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓનો ઉપયોગ કર્યો નથી. એવું જ નથી તેઓએ સંન્યાસીની જેમ અત્યાર સુધી જીવન વ્યતીત કર્યા છે. એક માતા હોવાના કારણે મને પોતાના બાળકોના નિર્ણયને લઈ ખુશી છે.

આકર્ષક સ્થળ અને વિવિધ પ્રકારના વ્યંજનની લાલચ આપી

મુમુક્ષુઓના પિતા નિર્મલ મારુએ જણાવ્યું કે સમતા અને નીરજ બંને ભણવામાં ખૂબ જ હોશિયાર છે. નીરજ ધોરણ 7 માં એ પ્લસ ગ્રેડ હાંસલ કર્યું હતું અરે સમતા એ પણ ધોરણ પાંચ માં એ પ્લસ ગ્રેડ હાંસલ કર્યો છે જોકે બંને ભણતર છોડી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. નીરજ હંમેશા બિઝનેસમેન બનવા માટેની વાત કરતો હતો પરંતુ અચાનક જ તે સાધુ બનવાનો નિર્ણય કર્યો છે આ સમગ્ર બાબતે મુમુક્ષુ સમતા એ જણાવ્યું કે મારી આત્મા કોઈ આત્માને કષ્ટ ન પહોંચાડે એ માટે દીક્ષા લેવા જઈ રહી છે.જ્યારે આ બંને બાળકોએ શાળામાં ન જવાની જીદ કરી ત્યારે માતા અને પિતા નિર્મલ મારુ સ્તબ્ધ થઈ ગયા. માતા-પિતાએ બાળકોની પરીક્ષા લેવા માટે તેઓને અનેક આકર્ષક સ્થળ અને વિવિધ પ્રકારના વ્યંજન અને કેટલીક વસ્તુઓ પણ આપી પરંતુ તેઓએ સાધુ જીવન જીવવા માગતા હતા. તેઓ પરિવારની એક પણ વાત ન સાંભળી અને દીક્ષા લેવાના નિર્ણય પર અટલ રહ્યા છે.

મેડિકલ સ્ટુડન્ટ હોવા છતાં જૈન સાધ્વી બનવાનો નિર્ણય કર્યો

સજૈનાચાર્યે 1008 શ્રી રામ લાલજી મહારાજના સાનિધ્યમાં દીક્ષા લેવા જઇ રહેલી મહારાષ્ટ્ર નંદુરબાર કરિશ્મા સુનિલ કોટડીયાનું પણ સુરતના સીટી લાઈટ ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કરિશ્મા માત્ર 21 વર્ષની છે અને મેડિકલ સ્ટુડન્ટ હોવા છતાં તેણીએ જૈન સાધ્વી બનવાનો નિર્ણય કર્યો છે. ભણવામાં ખૂબ જ હોશિયાર કરિશ્માએ ધોરણ 10માં 95 ટકા તો ધોરણ 12માં 85 ટકા મેળવ્યા હતા. કોટડીયા પરિવારમાં કરિશ્મા સૌથી નાની દીકરી છે. જૈનાચાર્ય 1008 શ્રી રામ લાલજી ના સાનિધ્યમાં કરિશ્મા 17મી એપ્રિલે એટલે મહાવીર જયંતિના રોજ દીક્ષા લેશે. તેઓએ ત્રણ વર્ષ અગાઉ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. પરિવારના લોકો ઇચ્છતા હતા કે તે ડોક્ટર બને પરંતુ તેની ઇચ્છા એક જૈન સાધ્વી બનવાની હતી. કરિશ્માના પિતા સુનિલ કોટડીયા બિઝનેસમેન છે.

આઇટી એન્જિનિયર અને સાડા ત્રણ વર્ષ સુધી પ્રોફેસરે સાધ્વી બનવાનો નિર્ધાર કર્યો

દીક્ષા નગરી સુરતમાં આજે એક આઇટી એન્જિનિયર અને સાડા ત્રણ વર્ષ સુધી પ્રોફેસર રહી ચૂકી યુવતીનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના સારદા ખાતે રહેતી કોટડીયા પરિવારની લાડકી દીકરી અને 5 ભાઈઓમાં એક માત્ર બહેન દીક્ષા લઇ સાંસારિક જીવનનો ત્યાગ કરવા જઈ રહી છે. 24 વર્ષીય નિકિતા સુભાષ કોટડીયા આઈટી ઇન્જિનિયર છે. તેને ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી છે. અને અહિંસા કોલેજમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી પ્રોફેસર તરીકે સ્ટુડન્ટને ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન ભણાવે છે. નિકિતા જૈનાચાર્ય 1008 શ્રી રામ લાલજી ના સાનિધ્યમાં ૮મી ફેબ્રુઆરી ના રોજ દીક્ષા લેશે.
X
13 વર્ષીય નીરજ, 11 વર્ષીય સમતા, આઈટી એન્જિનીયર નિકિતા કોટડિયા અને મેડિકલ સ્ટુડન્ટ કરિશ્મા કોટડિયાનું સન્માન કરવામાં આવ્યું13 વર્ષીય નીરજ, 11 વર્ષીય સમતા, આઈટી એન્જિનીયર નિકિતા કોટડિયા અને મેડિકલ સ્ટુડન્ટ કરિશ્મા કોટડિયાનું સન્માન કરવામાં આવ્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી