સુવિધા / સુરતના ફુલપાડામાં 1.06 કરોડના ખર્ચે લાઈબ્રેરીના નિર્માણને મંજુરીની મહોર

ફુલપાડાની આનંદનગર સોસાયટી નજીક આ પ્રકારે 3D સ્કેચ મુજબનું સૂચિત વાંચનાલય બનાવવામાં આવશે
ફુલપાડાની આનંદનગર સોસાયટી નજીક આ પ્રકારે 3D સ્કેચ મુજબનું સૂચિત વાંચનાલય બનાવવામાં આવશે
X
ફુલપાડાની આનંદનગર સોસાયટી નજીક આ પ્રકારે 3D સ્કેચ મુજબનું સૂચિત વાંચનાલય બનાવવામાં આવશેફુલપાડાની આનંદનગર સોસાયટી નજીક આ પ્રકારે 3D સ્કેચ મુજબનું સૂચિત વાંચનાલય બનાવવામાં આવશે

  • વરિષ્ઠ નાગરીકો માટે મોડર્ન લાઇબ્રેરીના પરિસરમાં ગાર્ડનની સુવિધા પણ ઊભી કરાશે
  • બોર્ડની પરીક્ષા માટે તૈયારીમાં અટવાતા વરાછાના વિદ્યાર્થીઓ માટે મોડર્ન લાઇબ્રેરીની સુવિધા આશીર્વાદ સમાન બની જશે

DivyaBhaskar.com

Jan 11, 2019, 10:49 AM IST
સુરતઃ ફુલપાડાના વલ્લભાચાર્ય રોડ સ્થિત પૂર્વી સોસાયટી નજીક આવેલી વિશાળ જમીન ઉપર રૂપિયા 1 કરોડના માતબર ખર્ચે મોડર્ન લાઇબ્રેરી બનાવવાનું કામ ગુરુવારે સ્થાયી સમિતિની બેઠકમાં મંજુર થયું હતું. ફુલપાડા વિસ્તારમાં પાલિકા સંચાલિત આ પહેલું વાંચનાલય સાકાર થશે. જેનો સ્થાનીક, મધ્યમ અને ગરીબ વર્ગના અસંખ્ય વિદ્યાર્થીઓને લાભ મળશે. મોડર્ન લાઇબ્રેરીમાં બોર્ડના વિદ્યાર્થીઓ તેમજ સિનિયર સિટીઝન માટે અલગ-અલગ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

લાઇબ્રેરીની વ્યવસ્થા કરવા માંગ ઊઠી હતી

બોર્ડની પરીક્ષાઓને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે બાળકો પરીક્ષાની તૈયારીમાં લાગી પડ્યા છે. વરાછામાં ટ્યૂશન નહીં લઇ શકતા વિદ્યાર્થીઓ અલગ-અલગ ગ્રુપ બનાવી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. જ્યારે કેટલાક ગરીબ બાળકો નાના ઘર અને જરૂરી વ્યવસ્થાના અભાવે વાંચનની બાબતથી વંચિત કે પાછળ રહી જતાં હોવાથી ફુલપાડા વિસ્તારમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે લાઇબ્રેરીની વ્યવસ્થા કરવા માંગ ઊઠી હતી. 
2. સત્તાવાર રીતે મંજુરીની મહોર મારવામાં આવી
રજૂઆતોના અનુસંધાને વલ્લભાચાર્ય રોડ સ્થિત આનંદનગર સોસાયટી નજીકના ફાઇનલ પ્લોટ નં-116ની વિશાળ જમીન ઉપર વિદ્યાર્થીઓના ઉજ્જવળ‌ ભવિષ્યને ધ્યાનમાં રાખી, તેમજ સ્થાનીકોને વાંચનની ભુખ સંતોષાઇ શકે અને એક સુવિધા પ્રાપ્ત થાય તે માટે મૉર્ડન લાઇબ્રેરી બનાવવાનું નક્કી કરાયું હતું. ગુરુવારે આ કામને સ્થાયી સમિતિની બેઠકમાં સત્તાવાર રીતે મંજુરીની મહોર મારવામાં આવી છે. મારૂતિ એન્ટરપ્રાઈઝ કંપની 1 કરોડ 6 લાખ ઉપરાંતના અંદાજી ખર્ચે ગ્રાઉન્ડ અને પહેલા માળનું નિર્માણ કરશે. 
3. સ્થાનિકોમાં ખુશી અને અનેરી આનંદની લાગણી
લાઈબ્રેરીના ભવનના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 142 અને ફર્સ્ટ ફ્લોર ઉપર 164 લોકોની બેસી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે. વાંચનાલયની સાથે સુંદર બગીચાનો પણ વિકાસ કરવાનો નિર્ણય કરાયો છે જેના કારણે વરિષ્ઠ નાગરિકોને ગાર્ડનની વ્યવસ્થાનો લાભ પણ મળી શકશે.આમ લાંબા સમયથી ફુલપાડા વિસ્તારના સ્થાનિક લોકોની લાઈબ્રેરની સુવિધા માટેની માંગણીને મંજુર કરવામાં ‌આવતા સ્થાનિકોમાં  ખુશી અને અનેરી આનંદની લાગણી જોવા મળી રહી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી