અકસ્માતની

ધનસુખભાઈ પટેલને અકસ્માત બાદ થયું હતું બ્રેઈન હેમરેજ
ધનસુખભાઈ પટેલને અકસ્માત બાદ થયું હતું બ્રેઈન હેમરેજ

Pankaj Ramani

May 06, 2016, 12:58 PM IST
સુરતઃ ગુજરાતનો પહેલો કિસ્સો નોંધાયો છે, જેમાં બોર્ન બેંકને બોર્ન એટલે કે એક મૃત વ્યક્તિના હાડકાં ડોનેટ કરવામાં આવ્યા છે. સુરતની ડોનેટ લાઈફ સંસ્થા થકી અત્યાર સુધી કિડની, લિવર, આંખ અને હૃદયની સાથે આ વખતે પહેલી વખત હાડકાંનું દાન કર્યું હતું. દાન સુરતની આશુતોષ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ચાલતી બોર્ન બેંકને આપવામાં આવ્યું હતું.
 
અકસ્માત થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા
 
થોડા દિવસ અગાઉ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામે રહેતા ધનસુખભાઈ પટેલને એક બાઈક અકસ્માત નડ્યો હતો. તેમને બારડોલીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને બ્રેઈન હેમરેજ થયું હોવાનું સામે આવ્યું હતું. આથી વધુ સારવાર અર્થે તેમને સુરતની આશુતોષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે સવારના સમયે ડોક્ટર દ્વારા ધનસુખભાઈને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આથી ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક સાંધવામાં આવ્યો હતો, તેમ જ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ધનસુખભાઈના પરિવારને સમજાવવામાં આવ્યા હતા.
 
જાંગના હાંડકાનું લીધું દાન
 
ધનસુખભાઈના પરિવારે કિડની, લિવર અને આંખોનું તો દાન આપવાનું નક્કી કર્યું છે, પરંતુ તેમણે હાડકાં ડોનેટ કરવા માટેની પણ તૈયારી દર્શાવી હતી. તૈયારી દર્શાવતા ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા તેમનાં પગના બે મજબૂત હાડકાં તેમ જ બન્ને બાજુની ચાર-ચાર પાંસળીઓનું ડોનેશન લેવામાં આવ્યું હતું. આ દાન સુરતની આશુતોષ હોસ્પિટલમાં ચાલતી બોર્ન બેંકને આપવામાં આવ્યું હતું.
 
બીજાને જીવન મળશે તેનાથી અમને સંતોષ

ધનસુખભાઈના શાળા કલ્પેશભાઈ પટેલ જણાવે છે કે અમારા સ્વજન ભલે અમને છોડીને ચાલ્યા ગયા હોય પરંતુ તેમના ગયા બાદ જો તેમના અંગો અન્યને નવજીવન આપી શકતા હોય તો તે અમારા માટે સૌભાગ્યની વાત છે. આથી કરીને અમે આ ડોનેશન આપવા તૈયાર થયા હતા. ધનસુખભાઈના પરિવારમાં તેમના પત્ની છે. તેમ જ તેમના બે દિકરીઓ છે અને એક દિકરો છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો કેમ થાય છે બોર્ન ડોનેશન
X
ધનસુખભાઈ પટેલને અકસ્માત બાદ થયું હતું બ્રેઈન હેમરેજધનસુખભાઈ પટેલને અકસ્માત બાદ થયું હતું બ્રેઈન હેમરેજ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી