હરપાૂ

હરપાૂ

Sunil Paladiya | Updated - May 06, 2016, 08:45 AM
ટાઈમની સાથે રેસ લગાવી સુરતથી મુંબઈ પહોંચેલા ચાર હાર્ટની કહાની
ટાઈમની સાથે રેસ લગાવી સુરતથી મુંબઈ પહોંચેલા ચાર હાર્ટની કહાની
સુરતઃ આજે સત્યઘટના પર આધારીત ફિલ્મ 'ટ્રાફિક' રિલિજ થઈ ગઈ છે. આ ઈમોશનલ થ્રિલર ફિલ્મ છે. જે 2009ની સત્યઘટના પર આધારીત છે. જ્યારે ટાઈમ સાથે રેસ કરી સુરતથી મુંબઈ પ્લેનમાં પહોંચેલા ચાર હાર્ટનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જેની કહાની પણ ફિલ્મથી કંઈ અલગ નથી.

મુંબઈમાં અત્યાર સુધીમાં 15 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે, તે પૈકી 4 સુરતના છે

દેશમાં અનેક સામાજિક સંસ્થા અને એનજીઓ કાર્ય કરે છે. જે જુદા જુદા ઉદ્રેશ પર કામ કરતી હોય છે. ખાસ કરીને લોકોને નવજીવન આપવાનું ભગીરથ કાર્ય ખુબ જ ઓછી સંસ્થા કરતી હોય છે. જે પૈકી સુરતની ડોનેટ લાઇફ સંસ્થા છે. અત્યાર સુધી ચાર મહિનાના સમયગાળામાં ચાર જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ મુંબઇ ખાતે કરાવી યુવાનોને નવજીવન આપ્યું છે. મહત્વની વાત એ છે કે, મુંબઇમાં અત્યાર સુધી જે 15 હાર્ટ ટ્રાન્સપ્લાન થયા છે, તે પૈકી 4 સુરતના છે.

ગ્રીન કોરિડોરથી પહોંચે છે હાર્ટ

ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વખતે ગ્રીન કોરિડોરની માંગણી કરવામાં આવે છે. કારણ કે સમયસર હાર્ટ અન્ય દર્દીને મળે તે મહત્વનું છે. આથી પીપલોદથી એરપોર્ટ સુધી બધો ટ્રાફિકને કન્ટ્રોલ કરવામાં આવે છે. અને હાર્ટને સીધું જ એરપોર્ટ પર પહોંચાડવામાં આવે છે. એરપોર્ટ પરથી પ્લેન વડે હાર્ટને મુંબઈ પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ ગ્રીન કોરિડોરથી જ હાર્ટને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ વીડિયો અને ગ્રાફિક્સ
આગળની સ્લાઈડ્સમાં વાંચો, સુરતથી મુંબઈ ધબકતું હ્રદય મોકલી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો ગુજરાતનો પહેલો અભૂતપૂર્વ કિસ્સો
સાથે સાથે વાંચો, ચારેય હાર્ટની ઈમોશનલ થ્રિલર કહાની અને હાર્ટને જીવીત રાખવા શુ કરવું પડે છે? કેટલો ટાઈમ હાર્ટ જીવીત રહે છે? હાર્ટને ટ્રાન્સપ્લાન્ટ કરવા કેટલો ટાઈમ હોય છે?

X
ટાઈમની સાથે રેસ લગાવી સુરતથી મુંબઈ પહોંચેલા ચાર હાર્ટની કહાનીટાઈમની સાથે રેસ લગાવી સુરતથી મુંબઈ પહોંચેલા ચાર હાર્ટની કહાની
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App