સોસા

Divyabhaskar.com | Updated - Dec 11, 2015, 09:27 AM

સોસા

  • સોસા
    (તસવીરઃ ઓછા ફર્નિચર સાથે ઘરના હોલને બનાવ્યો શાનદાર)
    સુરતઃ શહેરના નવા વિસ્તારોમાં રેસિડન્સ પ્રોજેક્ટની ભરમાર થઈ રહી છે. આવા સમયે દરેક વ્યક્તિ પોતાના ઘરને બીજાના ઘરથી અલગ કરવા માટે નવી નવી ડિઝાઈનોના ઈન્ટિરિયરનો ઉપયોગ કરે છે. મોટા ફ્લેટ ઓછું ફર્નિચર અને ખાસ કરીને વધુ જગ્યાઓનો ઉપયોગ થાય તે રીતે કરવામાં આવે છે. આવું જ એક ઘર સુરતના વેસુ વિસ્તારમાં આવેલા નવા હાઈરાઈઝ બિલ્ડિંગમાં છે. આ ઘર એ.એમ.સિંહનું છે અને તેની ડિઝાઈનિંગ સુરતના આર્કિટેક્ટ તેજસ મિસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી.
    આ ઘરની ખાસિયત એ છે કે 2600 સ્કેવર ફીટનું આ ઘર છે અને તેમાં ઓછું ફર્નિચર અને ડાર્ક રંગના ઉપયોગથી ઈફેક્ટિવ બનાવવામાં આવ્યું છે. આ ઘરની ખાસ વાત છે કે, ઘરનું ડિઝાઈનિંગ ઘરના દરેક સભ્યના લાઈફ સ્ટાઈલને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. શરૂ કરીએ તો આ ઘરનો મેઈન ડોર આમ તો સામાન્ય જ છે, પણ તેમાં બે લોખંડના પાઈપ મૂકવામાં આવ્યા છે, જેમાંથી તમે દૂરબીનની જેમ બહાર જોઈ શકો છો. આ ઘરની એન્ટ્રીમાં જ ગણેશજીના મંત્રને બેકલીટ કર્યું છે. આ સાથે જ સિલિંગમાં ગ્રે અને ઓરેન્જ ફેબ્રીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ ડાર્ક ઈટાલિયનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે લકઝુરિયસ લૂક આપે છે.
    આગળની સ્લાઈડ્સમાં વાંચો, દિવાલ પર પેનેલીંગ કરીને દરેક રૂમના દરવાજાને છૂપાવવામાં આવ્યા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ