સુરતઃ શહેરના હાર્દ સમા લાલગેટ વિસ્તારમાં આજે નવા લાલગેટ પોલીસ મથકનું પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના મેયર નિરંજન ઝાંઝમેરા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શહેરના તળવિસ્તાર ગણાતા લાલગેટ વિસ્તારમાં હરહંમેશા વાણિજ્ય ઉપરાંત સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવતો હોવાથી આ વિસ્તારમાં નવું પોલીસ મથક હોવાનું જરૂરી બન્યું હતું.
શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાના પ્રયાસે પ્રતાપ ગલીમાં આવેલ મનપાની શાખામાં નવું લાલગેટ પોલીસ સ્ટેશન બનાવવાનું નકકી કર્યું હતું. મોટાભાગનો વિસ્તાર ચોક પોલીસ મથકની હદમાં આવતા એરિયાને લાલગેટ પોલીસ મથકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે ઉદઘાટન કર્યા બાદ નવા પોલીસ મથકના પીઆઈ તરિકે બીએમ પરમારની નિયુક્તી કરવામાં આવી છે. આ સાથે સાથે ત્રણ પીએસઆઈ અને ૪૭ પોલીસ કોન્સ્ટેબલ નિયુક્ત કરવામાં આવ્યાં છે.
પોલીસ સ્ટેશન અને પીઆઈના વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..