સુરતઃ સમર વેકેશન હોય એટલે બાળકો પોતાના ઘરે જ અડ્ડો જમાવીને બેસે છે અને તેની અસર મમ્મીઓના રસોડાના કામ પર થાય છે. કારણ ઘરે હોય એટલે નવીને નવી ડિમાન્ડ બાળકો દ્વારા કરવામાં આવતી હોય છે, કે આજે આ બનાવો અને આજે તે બનાવો. આવી પરિસ્થિતિઓમાં મમ્મીઓ પણ થોડી કન્ફ્યુઝ હોય છે કે વેકેશનમાં બાળકોને શું અલગ બનાવીને સર્વ કરવું. આ માટે સુરતના એક શેફ ડોલ્સી બચકાનીવાલા દ્વારા સમર વેકેશનને એક્સાઈટિંગ બનાવવા માટે પણ એક અલગ પ્રકારની ટ્રેઈનિંગ આપવામાં આવી હતી. સમર વેકેશનમાં ઈટાલિયન વાનગીઓ બનાવવાના ક્લાસીસ શરૂ કર્યા હતા. તેમણે દિવ્યભાસ્કર ડોટ કોમ સાથે તેમની અલગ અલગ વાનગીઓના લિસ્ટ અને રેસીપી શેર કર્યા હતા.
આ સમર વેકેશનમાં તેમણે અલગ ડિશો ટ્રાય કરી હતી, જેમાં ગ્રિલ્ડ પનિર સ્ટેક વિથ મેન્ગો કુલિસ, ક્રેપરેસ કોસ્ટિનિ, સ્પાગેથી એગિલો ઓલિયો વિથે બટર ફ્લાય વેજીસ, સ્મોક્ડ ટોમેટો અને સ્પીન્ચ્ડ પાસ્ટા, વેજ પર્મેશાના, સ્પીનીચ ટાર્ટિલિનિ વિથ સેફરોન સોસ, ઝ્યુચીની કેપેચિનો વિથ પેસ્ટ્રો કોકોનટ, મશરૂમ અને પર્મેન્સા ક્રોકેન્ટ્સ. આટલી વાનગીઓ તેમણે પોતાની ડિશિઝમાં બનાવતા શિખવડ્યું હતું અને તેમની પહેલીવાર ટ્રાય કરેલી સૌથી એક્સક્લુઝિવ ડિશ સ્મોક્ડ ટોમેટો અને સ્પીનેચ પાસ્તાની રેસીપી દિવ્યભાસ્કરડોટ કોમ સાથે શેર કરી હતી.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, સ્મોક્ડ ટોમેટો અને સ્પીનેચ પાસ્તા માટે જરૂરી વસ્તુઓ