સુરતઃ “મને એ લોકો બ્લેક મેઇલ કરતાં હતા, નહીંતર હું આવું શું કામ કરું” આ શબ્દો હત્યારા દિવ્યેશે પોતાની વ્યથા વ્યકત કરતાં પરીવારજનોને કહી અમીત સિંધા હત્યા પ્રકરણ પાછળના કારણો બતાવવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં પણ આગામી બુધવાર સુધીમાં દિવ્યેશ પોલીસ સમક્ષ હાજર પણ થઇ જાય તેવી આશા દેખાય રહી છે.
સુરતના વકીલ અને સિન્ડીકેટ સભ્ય અમીત સિંધાની ચકચારીત ઘાતકી હત્યા કેસમાં સંડોવાયેલા જીમ ઇનસ્ક્ર્ટર દિવ્યેશ ઘણા દિવસો બાદ પણ પોલીસના હાથે ન ઝડપાતા અનેક પશ્નો ઉભા થયા છે. એટલું જ નહી પણ હત્યારો દિવ્યેશ સુરતમાં જ છુપાતો ફરતો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે બીજી બાજું દિવ્યેશ પોતાના ખાસ મિત્રોને પણ મળી તેઓની મદદ પણ લઇ રહ્યો હોવાનું મનાઇ રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર થોડા દિવસો પહેલા દિવ્યેશ વાત્સલ્ય બંગલોમાં રહેતા સસરાની પાસે પણ મદદ માટે ગયો હતો. જ્યા તેને પોલીસ સમક્ષ હાજર થવાની જ સલાહ પણ અપાઇ હતી. આવા સંજોગોમાં દિવ્યેશ પણ પોલીસથી ભાગતા થાકી ગયો હોય એ વાતને પણ નકારી શકાય નહી,જેથી લાબાં સમય બાદ તેણે પરીવારમાં ફોન કરી “મને એ લોકો બ્લેક મેઇલ કરતાં હતા, નહીંતર હું આવું શું કામ કરું” એવી વાત કરતાં પરીવારજનો પણ ચોંકી ગયા છે સાથે સાથે તે બુધવાર સુધીમાં પોલીસ સમક્ષ હાજર પણ થઇ જાય તેવી આશા વ્યકત કરી છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, સસરા પાસે મદદ માગવા ગયેલા દિવ્યેશને બારણેથી જ કાઢી મુકાયો