અડાજણ એલ.પી.સવાણી સ્કૂલ પાસે પાર્ક લકઝરી બસ સળગી ગઈ !

અડાજણ એલ.પી.સવાણી સ્કૂલ પાસે પાર્ક લકઝરી બસ સળગી ગઈ !

Pragnesh Parekh

Nov 29, 2014, 04:42 PM IST
(તસવીરઃ સળગતી બસ)
સુરતઃ અડાજણના એલ.પી.સવાણી સ્કૂલ બાજુના મેદાન પાસે પાર્ક કરાયેલી ત્રણ લકઝરી બસ પૈકી પાછળની એક બસમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ જોતજોતામા બસની સીટમાં ફેલાઈ જતા ધૂમાડાને ગોટેગોટા ઉઠ્યા હતા. જોકે, આગની જાણ થતા જ ફાયરબ્રિગેડે પહોંચી જઈ આગ પર તુરંત કાબુ મેળવી લીધો હતો. છેલ્લા ૨ થી ૩ મહિનાથી પાર્ક બસમાં આગ ક્યાં કારણોસર લાગી તે અંગે રહસ્ય સર્જાયું છે. ફાયરબ્રિગેડ પણ કારણ જાણી શક્યું નથી.

ફાયરબ્રિગેડ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અડાજણ એલ.પી.સવાણી સ્કૂલ બાજુમાં આવેલા સીએનજી પેટ્રોલ પંપ સામે નહેરુ ટ્રાન્સપોર્ટના માલિક કનૈયાલાલ જીવરાજ લહેરૂ (રહે-એલ.પી.સવાણી સ્કૂલ બાજુમાં બી-૨૧, સુરભી સોસાયટી)એ પોતાની માલિકીની લકઝરી બસ પાર્ક કરી હતી. આજ રોજ બપોરનાના ૩.૨૦ કલાકે તેમની એક લકઝર બસ નંબર જીજે-૫-ઝેડ-૧૧૮૮ મા કોઈ કારણોસર આગ લાગી હતી.
આગ બસ અંદર લાગી હોય ચામડાની સીટ કવર, ગાદી-સ્પંચમા પ્રસરી જતા મોટુ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધૂમાડાના ગોટેગોટા ફેલાતા આસપાસના લોકોમા ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, સદ્નસીબે બસ દૂર અને રોડની સાઈડે મેદાન પાસે હોય વધુ નુકશાન થયું ન હતું. પરંતુ બસ અડધી બળી ગઈ હતી.

ફાયરબ્રિગેડના અડાજણ ફાયરસ્ટેશનના એસઓ ઈશ્વર પટેલ લાશ્કરો સાથે ઘટના સ્થળે ધસી જઈ ૨ ફાયર ફાયરફાઈટર ૨ ટેન્કરોમાંથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. તેમણે જણાવ્યું કે ,‘ આગ લાગવાનુ કારણ જાણી શકાયું નથી લકઝરી બસ માલિક નજીકમાં જ રહેતો હોય બસ છેલ્લા ૨-૩ મહિનાથી પાર્ક કરતો હતો. અડાજણ પોલીસ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતાં.’
X
અડાજણ એલ.પી.સવાણી સ્કૂલ પાસે પાર્ક લકઝરી બસ સળગી ગઈ !
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી