સરદાર બ્રિજ પર લગાડેલા સીસીટીવી કેમેરા તોડી ટેમ્પોચાલક ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કેમેરો તૂટ્યો તે પહેલા ટેમ્પોનો નંબર કેમેરાથી રેકર્ડ થઈ ગયો, ટેમ્પોના નંબર આધારે ચાલકની શોધખોળ

સુરતઃ સરદાર બ્રજિ પર થોડા સમય પહેલા જ ફીટ કરેલા સીસીટીવી કેમેરાને તોડી એક અજાણ્યો ટેમ્પોચાલક ફરાર થઈ ગયો હતો. કેમેરા તૂટ્યો તે પહેલા કેમેરામાં ટેમ્પોનો નંબર રેકર્ડ થઈ ગયો હતો, જેના આધારે પોલીસ ચાલકની શોધખોળ કરી રહી છે.

અડાજણ પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે જીજે-૦૧-બીટી-૮૬૧૪ નંબરનો એક ટેમ્પો સરદાર બ્રજિ પરથી પસાર થઈ રહ્યો હતો. આ ટેમ્પોએ વધુ સામાન ભરી રાખ્યો હતો જેના કારણે ડિવાઇડર પર લગાડેલા પોલ પર જે કેમેરા ફીટ કરાયા હતા તે કેમેરાને ટેમ્પોએ ટક્કર મારી હતી. અકસ્માત થતાં જ લાખો રૂપિયાનો કેમેરો જમીન પર પડ્યો હતો.
કેમેરા તૂટતાની સાથે જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં આ ઘટનાની જાણ થઈ હતી. તરત જ અડાજણ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ તેટલા સમયમાં ટેમ્પોચાલક ફરાર થઈ ગયો હતો. કેમેરો તૂટ્યો તે પહેલા તેમાં ટેમ્પોનો નંબર રેકર્ડ થઈ ગયો હતો. જેના આધારે અજાણ્યા ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરાઈ છે.