તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતઃ મા પર બાપે શંકા કરતાં દિકરાએ બાપને મોતને ઘાટ ઉતાર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પતિ પોતાની પત્ની પર અન્ય પુરુષો સાથે સંબંધ હોવાની શંકા વહેમ રાખી વારંવાર ઝઘડો કરતો હતો.બુધવારે પત્ની વચ્ચે ઝઘડો થતા ૧૪ વર્ષનો પુત્ર આવ્યો અને ઝઘડો કરવાની ના પાડી .જેના કારણે બંને વચ્ચે લડાઇ થતા પુત્રએ તેના જ પિતાના માથાના ભાગે લોખંડનો ફટકો મારી દેતા પિતાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

ઇચ્છાપોર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ભાઠાગામ રાખલનગર કોલોનીમાં રહેતા ભાણાભાઇ બુધવારના રોજ તેમની પત્ની મંજુબેન સાથે અન્ય વ્યક્તિ સાથે આડા સંબંઘ હોવાની શંકા રાખને ઝઘડો કરતો હતો.જેઆ રીતે વારંવાર પત્ની સાથે લડાઇ ઝઘડો કરતો હોવાથી આજે પણ લડાઇ થતા.તેનો પુત્ર આવ્યો અને તેના પિતાને તેની માતા સાથે ઝઘડો કરવાની ના પાડી.જેના કારણે પિતા પુત્ર સાથે ઝઘડો કરતા બંને વચ્ચે મારા મારી થઇ હતી.લડાઇમાં પુત્રએ ઘરમાં પડેલો લોખંડનો પાઇપ ઉઠાવીને તેના પિતાના માથે માર્યો હતો.ગંભીર રીતે ઇજા પહોંચતા ભાણાભાઇનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.પોલીસે ખુનની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો