ઘર આંગણે પાર્ક કરેલી નવી નક્કોર રિક્ષા ચોરાઈ ગઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોસાડ આવાસમાં યુવાન વતન ગયો ને ઘર આંગણે પાર્ક કરેલી નવી નક્કોર રિક્ષા ચોરાઈ ગઈ

અમરોલી ખાતે આવેલા કોસાડ આવાસમાં રહેતો મોહમદ હિફાજત મોહમદ ઇસ્માઇલ મીયાવદાલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે થોડા દિવસ પહેલા જીજે-પ-એઝેડ-૮પ નંબરની રિક્ષા ખરીદી હતી.

હિફાજતને એકાએક વતન જવાનું થતાં તેણે પોતાની રિક્ષા ઘર આંગણે પાર્ક કરી દીધી હતી. હિફાજત રિક્ષા મૂકીને વતન જતો રહ્યો છે એવું કોઈને ખબર પડતાં આ ઇસમે રિક્ષાની ચોરી કરી લીધી હતી. હિફાજત પરત આવતા તેને ઘર આંગણે રિક્ષા દેખાઈ ન હતી.

તેણે આજુબાજુમાં રહેતા ઘણા લોકોની પૂછપરછ કરી પણ રિક્ષા વિશે કોઈને કશું ખબર ન હતી. આખરે તેણે અમરોલી પોલીસ મથકમાં જઈને ફરિયાદ કરતા પોલીસે વાહનચોરીનો ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ પીએસઆઈ એચ. પી. ગરાસિયા કરી રહ્યા છે.