મહાપાલિકાએ શરડીના ખેતરમાંથી ટીપીના રસ્તાનો કબ્જો લીધો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાપાલિકાના પૂર્વ ઝોનના વરાછા વિસ્તારમાં પાલિકાની ટીમે ગુરુવારે પૂણામાં સારોલી કેનાલ પાસેથી ખાડી તરફ જતા ૧.૨ કિ.મિ.ના રસ્તામાં ૬૦૦ મિટરનો કબ્જો મેળવ્યો હતો. જ્યારે બાકીના રસ્તાનો કબ્જો મેળવવા માટે આગામી દિવસોમાં કોર્યવાહી કરાશે. છેલ્લા કેટલાંક દિવસથી મહાપાલિકાના વરાછા ઝાન હસ્તકના ડ્રાફ્ટ ટીપીના રસ્તા પરથી દબાણ હટાવવા તેમજ કબ્જો લેવાની કાર્યવાહી થઇ રહી છે. વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર આર.વી ગામીતના જણાવ્યા પ્રમાણે ખેતરમાંથી ૧૯૯૭ના ડ્રાફ્ટ ટીપીનો રસ્તો નીકળતો હતો પરંતુ ખેતરના માલિક તેનો કબ્જો પાલિકાને આપતા ન હતા. મહિના પહેલાં પણ નોટિસ આપી હોવા છતાં જમીનના માલિક કબ્જો આપતા ન હતા. તેથી ગુરુવારે પાલિકાની ટીમે ખેતર વચ્ચેથી ટીપીનો રસ્તો ખૂલ્લો કરી તેનો કબ્જો મેળવ્યો હતો. આ રસ્તા દ્વારા પાલિકા પાણી તેમજ ડ્રેનેજની લાઇન નાંખશે. તેમજ આ રસ્તો બીઆરટીએસ રોડ સાથે અન્ય વિસ્તારના રસ્તા માટે લિંક રોડ સાથે જોડવાનું કામ કરશે.