હીબજડીા

Sunil Paladiya

Jun 02, 2017, 09:44 AM IST
આદિવાસી સમાજના બ્રેનડેડ યુવકના કીડની, લિવર, હૃદયનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયું
આદિવાસી સમાજના બ્રેનડેડ યુવકના કીડની, લિવર, હૃદયનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયું
સુરતઃ શહેરમાંથી 11માં હ્રદયનું દાન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. બ્રેઈનડેડ યુવકના પરિવારે કરેલા દાનથી ચાર વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. આદિવાસી સમાજમાંથી પ્રથમ વખત અંગોનું દાન કરવામાં આવ્યું હતું. કીડની, લિવર અને હ્રદયના દાનથી ચાર વ્યક્તિઓને નવું જીવન આપવામાં આવ્યું હતું. સુરતથી 80 મીનીટમાં 277 કિમી દૂર અમદાવાદમાં ધબકતું હ્રદય ટ્રાન્સ પલાન્ટ કરાયું હતું.
 
બાઈક સ્લીપ થતાં યુવક થયેલો બ્રેઈનડેડ
 
૨૯ મે, ૨૦૧૭ ના રોજ નવનીતભાઈ સાંજે ૫:૩૦ થી ૬:૦૦ કલાક દરમિયાન વાંકલ થી લવેટ પોતાના ઘરે પરત ફરી રહયા હતા, ત્યારે વાંકલ રેલ્વે ફાટકની પાસે બાઈક સ્લીપ થઇ જતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. આજુબાજુનાં લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેમને ઝંખવાવ રેફરલ હોસ્પીટલમાં દાખલ કર્યા. ત્યાંના ડોકટરોએ તેમની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલીક સુરત લઇ જવાની સલાહ આપી. તેથી તેમને પી. પી. સવાણી હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં ડૉ. જે. આર. ઠેસીયાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું અને ક્રેનીયોટોમી કરીને લોહીનો ગઠ્ઠો કાઢવાનું કહેતા પરિવારજનોએ તેમને નવી સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગના HOD ડૉ. નિમેશ વર્માની સારવાર હેઠળ દાખલ કરી SICU રેસીડેન્ટ ડૉ. નિલેશ કાછડીયાએ સારવાર શરુ કરી.
 
ઓર્ગન ડોનેટ કરવા પરિવારને સમજાવાયું
 
ગુરુવાર ૧ જુનના રોજ ન્યુરોસર્જન ડૉ. મેહુલ મોદી, ન્યુરોફીઝીશ્યન ડૉ.પરેશ ઝાંઝમેરા અને સર્જરી વિભાગના રેસીડન્ટ ડૉ. નિલેશ કાછડીયાએ નવનીતભાઈને બ્રેનડેડ જાહેર કર્યા. ડૉ. નિલેશ કાછડીયાએ ડોનેટ લાઈફના હેમંત દેસાઈનો ટેલીફોનીક સંપર્ક કરી નવનીતભાઈના બ્રેનડેડ અંગેની જાણકારી આપી.ડોનેટ લાઈફની ટીમે હોસ્પીટલ પહોંચી નવનીતભાઈના પિતાશ્રી બાબુભાઈ, બહેન રીટાબેન, ફોઈ વનિતાબેન, જીલ્લા પંચાયતના માજી પ્રમુખ હર્ષદભાઈ ચૌધરી, સરપંચ મનોજ જેઠાભાઈ વસાવાને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવી ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા સમજાવી. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો અંગદાનની અપીલ કરાઈ હતી
X
આદિવાસી સમાજના બ્રેનડેડ યુવકના કીડની, લિવર, હૃદયનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયુંઆદિવાસી સમાજના બ્રેનડેડ યુવકના કીડની, લિવર, હૃદયનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી