વેકેશનમાં ફરવાનો તો ખર્ચ થાય જ પણ લિંબાયતમાં તો ચોરનો સર્વિસચાર્જ એક્સ્ટ્રા!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લિંબાયત નજીક ગોડાદરા વિસ્તારમાં આવેલી પ્રિયંકા સોસાયટી-૨માં રહેતા દિનેશભાઈ ચંદ્રપ્રતભાઈ યાદવ પરિવાર સાથે ફરવા માટે ગયા હતા. તેમણે મકાનના મુખ્ય દરવાજાને તાળુ માર્યું હતું.દરમિયાન રાત્રિના સમયે કોઈ ચોર ઇસમે બંધ મકાનને મારેલું તાળુ ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૧૨,૨૫૦ની મતા ચોરી કરી હતી. યાદવ પરિવાર ફરીને પાછો ઘરે આવ્યો ત્યારે તેમને આ ચોરી અંગે ખબર પડી હતી. તેમણે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.