વ્યારના ડોલવણ ખાતે બે ટ્રકો અકસ્માત સર્જાતા એકનું મોત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યારા ઉનાઈ રોડ પર આવેલી ડોલવણ ગામની સીમમાં આજે વહેલી સવારે એક ટ્રક ચાલકે ઓવરટેક કરવાની લાહ્યમાં આગળ ચાલતી ટ્રકના પાછળનાભાગે ટ્રક અથડાવી દેતા ટ્રકમાં બેઠેલા કલીનરનું ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે વ્યારા ખાતે ખસેડતા જયાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્તવિગત મુજબ ટ્રક ચાલક હુસેન ઈસ્માઈલ મહેબુબ શેખ (રહે. સટાણા, નાશીક, મહારાષ્ટ્ર) તથા કલીર સફી રસીદ સૈયદ (રહે. સટાણા, જિ. નાશીક, મહારાષ્ટ્ર) ટ્રક નં (એમએચ-૧૮એમ-૧૯૩૦) લઈ વ્યારાથી ઉનાઈ રોડ પર ડોલવણ ગામની સીમમાં મળસકે ૩.૩૦ કલાકે પસાર થતા હતાં તે દરમિયાન ચાલક હુશેન શેખ દ્વારા ડોલવણ ગામની સીમમાં આગળ ચાલતી એક ટ્રકને ઓવર ટેક કરવાની લાહ્યમાં સ્ટેરિંગ પર કાબૂ ગૂમાવી દેતા અગાળ ચાલતી ટ્રકના પાછળ ધડાકાભેર અથડાવી દેતા કલીનર સફી રસીદ સૈયદ (૩૫)ને ગંભીર ઈજા થતાં તેને પ્રાથમિક સારવાર અર્થે વ્યારા ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું ૯.૦૦ કલાકે મોત નીપજ્યું હતું. મરનારના સંબંધી મહેબુબ શેખ દ્વારા વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.