૫.૩૭ લાખના દારુના મુદ્દામલાસાથે ટેમ્પો ઝડપી પાડ્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેરોડ ગામની સીમમાં ખેતરાડીના કાચા રસ્તા ઉપર મંગળવારના રોજ બાતમી આધારે કામરેજ પોલીસે ટાટા મોબાઈલ ટેમ્પામાં રાત્રિના ૨.૩૭ લાખના દારૂ સાથે કુલ ૫.૩૭ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત ડિવિઝનના ડિવાયએસપી એ. એલ. વાઘેલાને બાતમી મળી હતી કે દેરડો ગામમાં રહેતો સુખોઉર્ફે મનહર માછી સફેદ રંગની ટાટા મોબાઈલમાં વિદેશી દારૂનો જથ્થો લાવી દેરોડ ગામની સીમમાં ખેતરમાં છુપાવવાનો છે જે બાતમી આધારે કામરેજના પીએસઆઈ વી. એ. દેસાઈ તથા સ્ટાફના માણસોએ વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટાટા પિકઅપ વાન મોબાઈલ (જીજે-૧૫એક્સએક્સ-૩૯૪૯) દેરોડ ગામની સીમાં ખેતરાડી કાચા રસ્તા ઉપર ઊભા રાખતા રાત્રિના ૧૦.૦૦ વાગ્યે કામરેજ પોલીસે રેડ કરતાં ટાટા મોબાઈલમાં બેઠેલ સુખો ઉર્ફે મનહર મગન માછી તથા બીજા ત્રણ અજાણ્યા ઈસમો શેરડીના ખાતરેમાં નાસી છુટયા હતાં. જે અંગે પોલીસકર્મી દ્વારા પીછો કરતાં તેઓ નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

ટાટા મોબાઈલ ટેમ્પાની પાછળના ભાગે તપાસ કરતાં રિલાયન્સ ખાખી બોકસમાં દમણ લગાવવાની વિદેશી દારૂ નાની મોટી કુલ ૨૫૦૮ બોટલ કિંમત રૂપિયા ૨,૩૭,૬૦૦ તથા ટાટા મોબાઈલ કિંમત ૩,૦૦,૦૦૦ મળી કામરેજ પોલસે ૫,૩૭,૬૦૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યોહતો. જે અંગે કામરેજ બીટના જામાદાર ચંદુભાઈએ પ્રોહી એકટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધીર છે.