કિશોરીને બળાત્કાર ગુજારવા જમીન પર સુવડાવીને અને થઈ જોવા જેવી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-બળાત્કરાની કોશીશ કરનાર યુવાન સરકારી આવસના કોન્ટ્રાકટનું કામ કરે છે
-બળાત્કરાની કોશીશ કરી ભાગવા જતાં યુવાનની બે મોબાઈલ અને બે ડાયરી ઘટના સ્થળે પડી ગઈ

મહુવા તાલુકાના કરચેલિયા ગામે બહેરી અને મૂંગી સગીર યુવતીના ઘરમાં ઘૂસી સરકારી આવસના કોન્ટ્રાક્ટરનું કામ રાખનાર યુવાને સગીરાની એકલતાનો લાભ લઈ બળાત્કાર કરવાની કોશીશ કરી હતી. સદ્દનસીબે આ સમયે સગીરાના દાદા આવી જતાં નરાધમ કોન્ટ્રાક્ટર ત્યાંથી પાછલા દરવાજે ભાગી છુટ્યો હતો. જોકે, આ ઘટના બાદ ભારે ચકચાર મચી ગઈ છે.

ઘટના સ્થળેથી અને પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કરચેલિયા ગામે જુની આઈટીઆઈની બાજુમાં રહી ખેત મજુરી કરી પોતાન ગુજરાન ચલવતા એક શ્રમજીવી આદિવાસી ગત ૫ જુનને મંગળવારના રોજ પોતાના કામ અર્થે બહાર ગયા હતાં. તે દરમિયાન ઘરમાં ફકત તેમની ૧૫ વર્ષીય સગીર પુત્રી હતી.

જે જન્મથી બહેરી અને મૂંગી છે તેની એકલતાનો લાભ લઈ સાંજના ૪.૦૦ વાગ્યાના અરસામાં મહુવા તાલુકામાં સરકારી આવાસના કોન્ટ્રાકટનું કામ લેનાર સંજયભાઈ હરિભાઈ પટેલ (ઉ.આ ૩૫) (મૂળ રહે. ગઢડા, ભાવનગર, હાલ સુરત)નાઓ છેલ્લાત્રણ ચાર દિવસથી આ મુખબીધર બાળાને જોઈ તેના મનમાં વાસનાનો કીડો સળવળ્યો હતો.

અને ખુલ્લા ઘરમાં ઘૂસી જઈ ઘરમાં સૂતેલ સગીર વયની પુત્રીને જમીન પર નીચે સુવડાવી આરોપીએ બળાત્કરા કરવાની કોશીશ કરી હતી. તે દરમિયાન સગીર બાળાના દાદા આવી પહોંચતા આરોપી પાછળના બારણેથી ફરાર થઈ ગયો હતો. જે અંગે સગીરાના દાદાએ મહુવા પોલીસને જાણ કરતાં મહુવા પોલીસે ગુનો નોંધી એફએસએલની મદદ લઈ વધુ તપાસ પીએસઆઈ એન. જે. બીરાડેએ હાથ ધરી છે.