શુક્રનું પારગમનનો અલભ્ય નજારો લોકોએ નિહાળ્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-શુક્રનું પારગમન સવારે ૫:૪૮થી ૧૦:૧૭ મીનીટ સુધી ચાલ્યું
-વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘટના જોવામાં તકલીફ પડી

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણથી આપણે સૌ વાકેફ છીએ. જ્યારે બુધવારના રોજ શુક્રના પારગમની ઘટના બની હતી, જેને ગ્રહનું પણ સંક્રામણ કહેવાય છે. સૂર્યમાળાના ગ્રહો સૂર્ય અને પુથ્વી વચ્ચે આવે તેને ગ્રહનું સંક્રામણ કહે છે. જે ઘટના અદ્દભૂત અને અલભ્ય ગણાય છે. આ ઘટના હવે ૨૧૧૭મા જોવા મળશે. આવી અલભ્ય ઘટનાને જોવા માટે કડોદના યોગેશભાઈ ચાવડાએ બનાવેલ પૃથ્વી ટેલસ્કિોપથી મોટી શુક્ર ગ્રહના દર્શન કર્યા હતાં. વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોને શુક્રના પરાગમનની ઝલક જોવા મળી હતી.

૬ જુન બુધવારના રોજ શુક્રનું પારગમનનો દુર્લભ નજારો જોવા માટે ખગોળપ્રેમીઓ મોટી સંખ્યામાં કડોદ આવ્યા હતાં. કડોદના એમેચ્યોર એસ્ટ્રોનોમર યોગેશભાઈ ચાવડાએ બનાવેલ ટેલસ્કોપમાં વિશિષ્ટ ફલ્ટિરો લગાવી અદ્દભૂત નજારો જોવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. બુધવારના રોજ થયેલી ઘટનાને જોવા માટે સુરત, નવસારી, કામરેજ અને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. શુક્રના પારગમનની શરૂઆત આમતો ૩:૩૯ કલાકથી શરૂ થઈ હતી. પરંતુ સુરત જિલ્લામાં શુક્રને જોવાનો સમય ૫:૪૮થી શરૂ થયો હતો જે સવારે ૧૦:૧૭ કલાકે પૂર્ણ થયું હતું. જિલ્લામાં આજરોજ સવારે વાદળછાયા વાતાવરણ રહ્યું હતું. જેના કારણે આ ઘટના નહિાળવામાં થોડી તકલીફ પડી હતી પરંતુ થોડા થોડા થોડા સમયે વાદળ સૂર્ય આગળથી ખસી જતાં નજારો જોવાનો લાìો મળ્યો હતો.