ખાંભલાના સાઈ મંદિરે વિના મૂલ્યે નોટબુક વિતરણ કરાઈ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- છેલ્લા સાત વર્ષથી દર વર્ષે ખાંભલા, વાગરી માણેકપોરના બાળકોને વિના મૂલ્યે નોટબુક અપાય

વાલોડ તાલુકાના ખાંભલા ગામે આવેલ સાઈ કુટીર ચાલતા શ્રદ્ધા સબુરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંથકના ગરીબ બાળકો માટે ગત રોજ વિના મૂલ્યે ૩૦૦૦થી વધુ નોટોનું વિતરણ કરી માનવતાની મહેક પસરાવી હતી.

વાલોડના ખાંભલા ગામે શેરડીના ખેતરના બનાવેલું સાઈ મંદિર ભકતો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની જવા પામ્યું છે. આ મંદિરનું કામકાજ સંભાળતું શ્રદ્ધા સબુરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શીરિષભાઈ દેસાઈ તથા ટ્રસ્ટી પ્રવીણસિંહ ગોડાદરિયા (માણેકપોર) દ્વારા અવાર નવાર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યાં છે. જેમાં વિના મૂલ્યે સારવાર કેમ્પ, વિના મુખ્યે નેત્રયજ્ઞ જરૂરીયાત મંદને વિવિધ ચીજ વસ્તુ સહિત સાઈ કુટીર નજીક આવેલ વિવિધ ગામોના બાળકો જેવા કે ખાંભલા, શાહપોર, વાંગરી, માણેકપોર સેજવાડના ગરીબ બાળકોને વિના મૂલ્યે નોટબુક વિતરમ કરાયું હતું. જેમાં અંદાજિત ૩૦૦૦થી વધુ નાની મોટી નોટુબુકોનું સાઈ કુટર ખાતે વિતરણ કરાઈ હતી. પંતકમાં અવાર નવાર વિવિધ સેવાકીય પ્રવૃત્તિના પગલે સાઈ કુટીર ખાતે ભકતોનો ધસારો દિન પ્રતિદિન વધી રહ્યું છે.