• Gujarati News
  • Butalegar Arrested With Alcohol In Vyara Latest News

પલાસીયાથી 88000નો દારૂ સાથે બુટલેગર ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલાસીયાથી 88000નો દારૂ સાથે બુટલેગર ઝડપાયો
વ્યારા: વ્યારા તાલુકાના પલાસીયા ગામે એક બુટલેગર દ્વારા દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી વ્યારા ડીસ્ટાફને મળી હતી.જે આધારે પલાસીયા ગામે રેડ કરતાં બુટલેગરના ઘરમાં 1656 નંગ દારૂની બોટલ કિંમત 88800નો મુદ્દામાલ મળી આવતાં પોલીસે બુટલેગરને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે પીઠાદરા ગામના બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વ્યારા ખાતે ગત બે દિવસ અગાઉ આરઆરસેલે દાદરી ફળિયામાં દારૂનો કેસ કરી દેતા જેને લઈ સાફળી જાગી ગયેલી વ્યારા પોલીસે દારૂ બાબતે ગંભીરતા દાખવી દેતા ડીસ્ટાફના પોકો સોમનાથ વળવીને બાતમી મળી કે પલાસીયા ગામે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઉતાર્યો હતો.

જેથી અંગે વ્યારા પોલીસની ટીમે પલાસીયા ગામે જયંતીભાઈ વેલજીભાઈ ગામીતના ઘરે રેડ કરતાં તેના ઘરમાંથી વિવિધ બોક્સમાંથી 1656 નંગ કિંમત 88800નો મળી આવતાં પોલીસે જયંતી વેલજી ગામીતને ઝડપી પાડી તેમજ દારૂ પ્રકરણમાં સંડોવાયેલા રાકેશ લાજરસ ગામીત(રહે. પીઠાદરા, વ્યારા) તતા રાહુલ (પીઠાદરા)ને વોન્ટેડ જાહેર કરી પોકો વિજયસિહં કાળુભાની ફરિયાદ આધારે ત્રણેય વ્યક્તિ પર ગુનો દાખલ કરી વધુ તપાસ પોસઈ ચૌધરીએ હાથ ધરી હતી.