તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસ સેવામાં તારીખ પર તારીખનો ખેલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં છેલ્લા દોઢ મહિ‌નાથી સિટી બસ સેવા બંધ છે. નવી બસો માટે માત્ર તારીખો જ પડી રહી છે. વિદ્યાર્થી‍ઓ સહિ‌ત લોકો પરેશાન છે ત્યારે તંત્ર કહે છે હજી મહિ‌નો લાગશે
દામિની ફિલ્મનો એક ડાયલોગ 'તારીખ પે તારીખ... તારીખ પે તારીખ’ ઘણો જ પ્રસિદ્ધ થયો હતો. હાલ આ ડાયલોગ શહેરની સિટી બસ સેવા માટે બંધબેસતો થઈ ગયો છે કેમકે બસ સેવા શરૂ થવા અંગે ફરી એકવાર તારીખ પડી છે. હવે તો વાત સીધી ઓગસ્ટ મહિ‌ના પર ગઈ છે. એટલે માસ ટ્રાન્સપોર્ટેશન વિના દોઢ મહિ‌નાથી ત્રાસ ભોગવતા લોકોને વધુ એક મહિ‌નો રિક્ષાના જ ભરોસે રહેવું પડશે. દરમિયાન સેવા શરૂ થાય એ પહેલાં તમામ બસોની આરટીઓ પરમીટ અને ફિટનેસ સર્ટિ‌ફિકેટની પણ જરૂર પડતી હોય છે. હજી સુધી ઇજારદારે આરટીઓનો સંપર્ક પણ નથી કર્યો.
સુરતીઓ માટે સિટી બસ સેવાનું મુહૂર્ત ક્યારે નીકળશે એ કોઈ જ્યોતિષ પણ કહી શકે એમ નથી. ટેન્ડરિંગની પ્રક્રિયાથી લઈને બસ સેવાની શરૂ થવાની તારીખ સુધીનો ઘટનાક્રમ 'તારીખ પે તારીખ’ જેવો જ રહ્યો છે. અગાઉ સિટી બસ સેવા માટે એક પછી એક એમ કુલ છ વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ સિટીમાં બસ સેવા કોઈ શરૂ કરશે એ નક્કી થયું હતું. આ દરમિયાન જૂના ઇજારદાર બારમેચા ટ્રાવેલ્સનો કોન્ટ્રાક્ટ ઓગસ્ટ-૨૦૧૨ સુધીનો હતો. પછી તેમાં છ મહિ‌નાનો વધારો કરી બાદમાં વધુ ત્રણ મહિ‌ના ખેંચાયા હતા.
આગળ વાંચો, પાલિકાએ ઇજારદારને પંપાળીને મે ૨૦૧૩ સુધી બસ સેવા ચાલુ રાખવા મનાવી લીધો