બ્રાઉન સ્યુગર સાથે ઝડપાયેલા આરોપીને ત્રણ વર્ષની કેદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્ટે ભુપેન્દ્રને સજા ફટકારી જ્યારે અલ્પેશ અને જીજ્ઞેશ ચૌધરીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા
નેશનલ હાઇવે ઉપરથી બ્રાઉન સ્યુગરના પેકેટ સાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકી એકને કોર્ટે સજા ફટકારી હતી. જ્યારે અન્ય બે યુવાનોને પૂરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.
અમદાવાદ એટીએસના તત્કાલિન પી.આઇ. જે.કે.પટેલને મળેલી બાતમીને આધારે સુરત રૂરલ પોલીસની એસઓજીની ટીમે ગત તા. ૬.૪.૨૦૧૧ના રોજ નેશનલ હાઇવે નંબર ૮ ઉપર સેવણીથી કોસમાડી વચ્ચે વોચ ગોઠવી હતી. આ વોચ દરમ્યાંન ક્વોલિસ કારમાં પસાર થઇ રહેલા વાલોડ તાલુકાના કમલકુઇ ગામના ભુપેન્દ્ર નવિન ચૌધરી, બારડોલીના મઢી ખાતે રહેતા અલ્પેશ બહાદુર ચૌધરી અને વાલોડના દેલડા ગામના જીજ્ઞેશ બચુ ચૌધરીને અટકાવીને તેમની અંગ ઝડતી લેવામાં આવી હતી.
પોલીસને ભુપેન્દ્ર પાસેથી ૧૦.૩૯ ગ્રામ જેટલો બ્રાઉન સ્યુગરનો શંકાસ્પદ જથ્થ્થે મળ્યો હતો. આ ત્રણેય વિરૂધ્ધ અમદાવાદ એટીએસના પી.આઇ. જે કે પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કોર્ટે આરોપી ભુપેન્દ્ર નવિન ચૌધરીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી. સાથો સાથ રૂપિયા ૨પ હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. અન્ય બે આરોપીઓ જીજ્ઞેશ અને અલ્પેશને પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.