• Gujarati News
  • Bribery Chapter 13 Million Fraud Case Latest News Surat

લાંચ માટેના 13 કરોડ અંગે ED નારાયણને સકંજામાં લેશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંચ માટેના 13 કરોડ અંગે ED નારાયણને સકંજામાં લેશે
કોર્ટે અરજી મંજૂર રાખતા નારાયણ ફરતે ગાળીયો
નાણાં ક્યાંથી આવ્યા અને કોના હતા તે અંગે તપાસ કરાશે

સુરત: 13 કરોડની ચકચારી લાંચ પ્રકરણમાં પોલીસની તપાસ ચાલી રહી છે ત્યાં ઇડી (ઇન્ફોર્સમેન્ટ ડીરોક્ટરેટ)એ પણ કોર્ટમાં એક અરજી કરી હતી અને 13 કરોડ ક્યાંથી આવ્યા એ બાબતે જાણકારી મેળવવા નારાયણ સહિતના આરોપીઓના સ્ટેટમેન્ટ લેવાની માગ કરી હતી. આ અરજી મંગળવારે કોર્ટે મંજૂર કરી હતી.
દુષ્કર્મ કેસમાં નારાયણે સમગ્ર પ્રકરણ પર પડદો નાંખવા 13 કરોડની લાંચનું સેટિંગ કર્યું હતું. જો કે, પોલીસે સમગ્ર કારસ્તાન છતું કર્યું હતું, જેમાં રૂપિયા 8 કરોડ કબજે પણ લેવાયા હતા. આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કોના છે એ જાણ‌વા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ રસ દાખવ્યો હતો અને કોર્ટમાં વકીલ ભાગ્યોદય મિશ્રા મારફત અરજી કરાઈ હતી. આ અરજી મંગળવારે કોર્ટે મંજૂર કરી હતી. કોર્ટના હુકમ મુજબ હવે ઇડીના એક આસિસ્ટન્ટ કમિશનર જેલ સત્તાવાળાઓને આ હુકમની જાણ કરીને સમય માગશે અને જેલમાંથી જે સમય મળે એ મુજબ નારાયણનું સ્ટેટમેન્ટ લેવાશે. જો કે, આ કેસમાં બચાવ પક્ષ ઉપલી કોર્ટમાં જવા માગતો હતો. કોર્ટે 24 નવેમ્બર બાદ આ માટેની પરવાનગી અાપી હતી.
ઇડી શું જાણવાનો પ્રયાસ કરશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇડી આ કેસમાં મની લોન્ડરિંગ એક્ટ લગાવતાં પહેલાં એ જાણવા માગે છે કે આ રૂપિયાનો સ્ત્રોત શું છે. તે કોણે આપ્યા હતા. સ્ત્રોતની જાણકારી મેળવ્યા બાદ ઇડીના અધિકારીઓ આગળની કામગીરી કરશે.