તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાયણ લાંચ કાંડમાં ૨ આરોપીને ઓડીયો સીડી આપવા કોર્ટનો હુકમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નારાયણના લાંચ કાંડમાં ઝડપાયેલા અડાજણના બિલ્ડર અને અમદાવાદના એક આરોપીએ કોર્ટમાં લાંચ કાંડમાં ચાર્જશીટ ફાઇલ થયા બાદ ઓડિયો સીડીની માંગણી કરી હતી. કોર્ટે આરોપીઓની આ માંગણી ગ્રાહ્ય રાખીને ઓડીયો સીડીની કોપી આપવા હુકમ કર્યો હતો. લાંચ કાંડમાં પોલીસે ગત તા.૯.૨.૨૦૧૪ના રોજ કોર્ટમાં દળદાર ચાર્જશીટ ફાઇલ કરી હતી. નિયમ પ્રમાણે આરોપીઓને ચાર્જશીટ ફાઇલ થયા બાદ કોર્ટમાંથી તેની કોપીઓ આપવામાં આવી હતી.

પરંતુ પોલીસે બંધ કવરમાં આપેલી ફોન ઇન્ટરસેપ્ટ કરીને તૈયાર કરેલી ઓડિયા સીડીની નકલ આરોપીઓને આપવામાં આવી ન હતી. અડાજણના બિલ્ડર કેતન પટેલ અને અમદાવાદ ઇસનપુર ખાતે રહેતા હિ‌તેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના બચાવના પુરાવા માટે ઓડિયો સીડીની આવશ્યકતા હોવાની દલીલ સાથે આ સીડીની માંગણી કરી હતી. કોર્ટે આ કેસમાં ઓડિયો સીડીની કોપી આરોપી કેતન પટેલ અને હિ‌તેન્દ્રસિંહને ઓડિયા સીડીની કોપી આપવા હુકમ કર્યો હતો.

આ જોગવાઈ હેઠળ આદેશ

સીઆરપીસી ૧૭૩(૧) ની જોગવાઇ પ્રમાણે ફરિયાદ પક્ષ પોતાના કેસનો મદાર જે પુરાવાઓ ઉપર રાખતો હોય તે તમામ પુરાવાઓ સહિ‌ત ચાર્જશીટની કોપી આરોપીઓને પણ તેના બચાવ માટે આપવી આવશ્યક છે. આરોપીઓનો આ કાનૂની અધિકાર છે અને તે કોપી આરોપીઓને મળવી જોઇએ.

દિલ્હીના કાપડના વેપારીએ આગોતરા માંગ્યા

નારાયણનો મદદગાર ન્યૂ દિલ્હીના લાજપતનગર ખાતે રહેતા અને સેન્ટ્રલ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા ઐયન ઓધવરાજ સબરવાલને પણ પોલીસે સમન્સ ઇસ્યુ કર્યું છે. આ કેસ ઐયન સબરવાલે આગોતરા જામીનની માંગણી કરી છે. જેની ૨૮.૨.૧૪ના રોજ સુનાવણી હાથ ધરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો