તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવા પાટીયા નજીક અકસ્માતમાં લેઉઆ સમાજના ૩ યુવકોનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સાવા પાટીયા નજીક અકસ્માતમાં લેઉઆ સમાજના ૩ યુવકોનાં મોત
- બે બહેનોએ એક સાથે સુહાગ ગુમાવ્યા, ૭ જણાંને હાથ-પગમાં ગંભીર ઇજા


વડોદરાથી રિસેપ્શન પતાવીને સુરત પરત ફરી રહેલા લેઉઆ સમાજના પરીવારની બસને કોસંબા પાસે નડેલા ગમખ્વાર અક્સ્માતમાં ત્રણ યુવાનો કાળનોકોળી બની જતા સમાજમાં શોકની ઘેરી લાગણી પ્રસરી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના ડ્રાઇવર બાજુના ભાગના ચિંથરા ઉડી ગયા હતા.

કાળની એક થપાટ એવી લાગી કે એક બાપની બે દિકરીએ એક સાથે સુહાગ ગુમાવ્યા.મંગળવારે ત્રણેય યુવાનોની નિવાસ સ્થાનેથી બપોરે સ્મશાનયાત્રા નિકળી ત્યારે પરીવારોના આક્રંદથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો.

વેડરોડના ડાહ્યાભાઈ માંગુકીયાની દીકરી ભૂમિના ૨૩ ફેબ્રુઆરીએ સુરતમાં લગ્ન થયા હતા. વરપક્ષ તરફથી ૨૪મીએ વડોદરામાં રિસ્પેશન હતું.ડાહ્યાભાઈ તેમના સગા અને મિત્રોને શ્રીજી ટ્રાવેલ્સની બસ નં. જીજે-પ એઝેડ ૮૯૧૨માં વડોદરા લઈ ગયા હતા.

૨૪મીએ રાત્રે રિસેપ્શન કાર્યક્રમ પતાવીને બસ પરત ફરી રહી હતી ત્યારે કોસંબા પાસે સાવા પાટીયા નજીક હાઈવે પર બસને અક્સ્માત નડયો હતો. રાત્રે અગિયારેક વાગ્યાના અરસામાં ઈંટ ભરેલી એક ટ્રક નં. જીજે ૧૯-વી-૧૨૭૦ના પાછળ લક્ઝરી બસે અથડાવતાં થયેલા અકસ્માતમાં શૈલેષ માંગુકીયા, દિવ્યેશ ઘડીયા અને ભાવેશ કણકોટીયાના ઘટના સ્થળે જ મોત થયા હતા.

કમનસીબ વાત એ પણ હતી કે ડાહ્યાભાઈના ભાઈ વાલજીભાઈ માંગુકીયાના દિવ્યેશ અને ભાવેશ બનેં જમાઈ કાળનો કોળીયો બની ગયા હતા. વાલજીભાઈની બંને જુવાનજોધ દિકરીએ નાની ઉમરમાં સુહાગ ગુમાવ્યા હતા જે માંગુકીયા પરીવાર માટે કારમો વસમો ઘા હતો.

આગળ વાંચોઃ અંતિમયાત્રામાં પરિવારજનોનું હૈયાફાટ રૂદન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો