• Gujarati News
  • Bombay High Court Ordered The Insurance Company To Pay 7 Million

ડાયમંડ પેઢીને ૭ કરોડ ચુકવવા વીમા કંપનીને મુંબઈ હાઇકોર્ટનો આદેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતની ડાયમંડ કંપનીની મુંબઈમાં આવેલી ઓફીસમાં ૨૦૦૧માં બોઇલરમાં બ્લાસ્ટ થવાને કારણે ૨૩૦૦ કેરેટ હીરા ફંગોળાયા હતા

ડીટીસી સાઇટર સુરતની ડાયમંડ કંપની સી. મહેન્દ્ર એક્સ્પોર્ટસને રૂપિયા ૭ કરોડની રકમ ચુકવી આપવા મુંબઈ હાઇકોર્ટે યુનાઇટેડ ઇન્શયોરન્સ કંપનીને આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.૨૦૦૧માં સી. મહેન્દ્રની મુંબઈ ઓફીસમાં બોઇલર ફાટવાનો અકસ્માત થયો હતો જેમાં કરોડો રૂપિયાની કિમંતના ૨૩૦૦ કેરેટ બારીમાંથી રસ્તા પર ફંગોળાયા હતા.કંપનીએ યુનાઇટેડ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા ૧૦૦ કરોડનો વીમો લીધો હતો. ૧૪ વર્ષથી વળતર માટે કેસ ચાલતો હતો, પણ વીમા કંપની દાવો નકારતી હતી.

કેસની દલીલ સાંભળીને કોર્ટે વીમા કંપનીને રૂપિયા ૭ કરોડની રકમ ઉપરાંત ૧પ લાખ કાનુની ખર્ચ વ્યાજ સહીત ચુકવવાનો આદેશ કર્યો છે.સુરતમાં એ.કે. રોડ પર ડાયમંડ ફેકટરી ધરાવતી સી.મહેન્દ્રની મુંબઈમાં આવેલી પંચરત્ન બિલ્ડીંગની ઓફીસમાં સપ્ટેમ્બર ૨૦૦૧ ગણેશ વિર્સજનના દિવસે બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો. બોઇલરમાં રાખવામાં આવેલા ૨૩૦૦ કેરેટ હીરા રફેદફે થઈ ગયા જેમાંથી પ૭૦ કેરેટ હીરા મળી આવ્યા હતા. કંપનીએ યુનાઇટેડ ઇન્શ્યોરન્સ પાસેથી રૂપિયા ૧૦૦ કરોડનો વીમો લીધો હતો.

સરવેયરે વીમાની રકમ ચુકવી આપવાનો રીપોર્ટ આપવા છતા યુનાઇટેડ ઇન્શોરયન્સે કલેઇમ નકારીને બીજા સરવેયરની નિમણુંક કરી હતી. સી.મહેન્દ્રના સંચાલકોએ તે પછી નેશનલ કન્ઝુયમર કમિશનને રાવ કરીહતી પણ કમિશને પણ દાવો નકાર્યો હતો. આખરે કેસ મુંબઈ હાઇકોર્ટમાં દાખલ કરાયો હતો. ર્ર્કોટે તાજેતરમાં યુનાઇટેડ ઇન્શ્યોરન્સન્ આદેશ કર્યો હતો કે સી. મહેન્દ્રને નુકશાનીના રૂપિયા ૭ કરોડ તાકીદે ચુકવી આપવા.