તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળું નાણું શોધતી આઇટીએ ૬ લાખની વીજળી બચાવી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અધિકારીઓએ કરકસર કરીને ૧૧ મહિ‌નામાં ૧ લાખ યુનિટનો વપરાશ ઘટાડયો
આમ તો આવકવેરા વિભાગ રેવન્યુ કલેક્શન માટે એડીચોટીનું જોર લગાવી સરકારી તિજોરી છલકાવી દે છે, પરંતુ આ વખતે અધિકારી અને કર્મચારીઓએ પોતાની શક્તિ વીજળી બચાવવા કામે લગાવી છે અને હવે તેનું પરિણામ પણ દેખાવા લાગ્યું છે. છેલ્લા ૧૧ મહિ‌નામાં આવકવેરા ખાતાએ એક લાખ યુનિટ જેટલી વીજળી બચાવી છે. આ ફિગર વીજળીની કરકસર ઉપરાંત આડેધડ વીજળી વાપરવા બાબતે આવેલી જાગૃતિના આધારે એચિવ કરાયો હોવાનો અધિકારીઓનો મત છે. હવે આવનારા સમયમાં પણ અધિકારીઓને આ વીજબચાવ અભિયાન ચાલુ રાખવા ર્બોડે આદેશ આપી દીધો છે.
રોજ સવાર પડેને ટેક્સની ઉઘરાણીની ચિંતા રાખતા આવકવેરાના અધિકારીઓ હવે વીજળી બચાવવાના અભિયાનમાં જોડાયા છે. ઓગસ્ટ ૨૦૧૨થી જૂન ૨૦૧૩ દરમિયાનના ૧૧ મહિ‌નાના ગાળામાં ઇન્કમટેક્સ સ્ટાફે ૧,૦૦,૯પપ યુનિટ વીજળી બચાવી છે. આ યુનિટોને રૂપિયામાં રૂપાંતર કરીએ તો એક લાખ યુનિટના આધારે ડિપાર્ટમેન્ટે રૂપિયા ૬ લાખ બચાવ્યા છે. જો કે, સમગ્ર વર્ષ દરમિયાન કેટલાક એવા મહિ‌ના પણ રહ્યા હતા જ્યારે વીજળીનો વપરાશ અગાઉના વર્ષના મહિ‌નાની સરખામણીમાં વધી ગયો હતો.
આ મહિ‌નામાં ફેબ્રુઆરી અને માર્ચનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ઓગસ્ટ-૨૦૧૨માં વીજળી બચાવવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત તારીખ ૬થી ૧૧ સુધીના ગાળાને એનર્જી 'કન્ઝર્વેશન વીક’ તરીકે ઉજવાયો હતો. જો આવકવેરા પરથી પ્રેરણા લઈને અન્ય સરકારી વિભાગ જો વીજળી બચાવવના અભિયાનમાં જોડાય તો આખરે લોકોના જ રૂપિયા બચશે.
અગાઉ અધિકારીઓ અને કર્મચારીઓ વીજળીનો બેફામ ઉપયોગ કરીને સરકારી ખર્ચ વધારતાં હતા. અધિકારીઓની ઓફિસમાં વગર કામના એસી ચાલુ રહેતા હતા. બપોરે જમવા જતી વખતે કેટલાંક અધિકારીઓ એસી ઓફ કરતાં નહતા. લાઇટ ચાલુ રહેતી હતી. પંખા કોઈ બંધ કરતું ન હતું. પરંતુ હવે ઉપરથી આદેશ આવતા અધિકારીઓ વીજળીના મીટર નજર રાખતા થઈ ગયા છે.
પહેલાં શું થતું હતું
લંચમાં એસી ચાલુ રહેતા
અધિકારી કોન્ફરન્સ રુમમાં હોય અને તેમના રૂમના એસી ચાલુ રહેતા
સાંજે છ વાગ્યા બાદ ઓફિસર કેબિનમાંથી નીકળે તો એસી બંધ કરતાં નહીં
વગરકામની લાઈટો ચાલુ રહેતી
પંખા કોઈ બંધ કરતું નહીં
રાત્રે પણ અનેક લાઈટો લાચુ રહેતી
જુના એસી હતા
ઠંડીમાં એસી ચાલુ રખાતા
કેવી રીતે બચત થઈ
લંચમાં એસી, પંખા, લાઇટ બંધ કરી દેવાય છે
આવતા જતાં અધિકારીઓ જાતે એસી સ્વીચ ઓફ અને ઓન કરે છે
જ્યાં લાઇટની જરૂર છે ત્યાં જ વપરાય છે
એસી કુલિંગ ૧૭-૧૮ની જગ્યાએ ૨૩-૨૪ પર રહે છે
એસીની સાથે પંખા ચલાવાતા નથી
પેસેજની લાઇટો સાંજ બાદ બંધ કરી દેવાય છે
નવા એસી લવાયા છે
સિકયુરિટ સતત મોનિટરિંગ કરે છે