ભાજપના જ ર્કોપોરેટર્સ પોલ ખોલવા માંડ્યાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વહીવટમાં ધાંધિયા સામે વિનુ મોરડિયા, નીતિન ભજીયાવાલા, પરસોત્તમ માંગુકિયા, કુમાર કાનાણી, આર.કે. લાઠિયા, દીપક આફ્રિકાવાલાએ ર્બોડમાં ઠાલવેલી હૈયાવરાળથી શહેર ભાજપ પણ સ્તબ્ધ પાલિકાના શાસનમાં ધાંધિયા સામે ભાજપના જ ર્કોપોરેટર્સ અકળાયા છે. એક નહીં છ-છ ર્કોપોરેટર્સ પાલિકાની સામાન્ય સભામાં ઉકળાટ ઠાલવી ચૂક્યાં છે. ચર્ચા કરવાની તક અપાય તો વહીવટની પોલ ખુલે તેવા સંદેહથી સભામાં વિપક્ષને માત્ર ગણતરીની વખત જ તક અપાય છે. જોકે, હવે પક્ષના જ ર્કોપોરેટર્સ વિપક્ષની ભૂમિકામાં આવી રહ્યાં હોઈ, શહેર ભાજપના હોદ્દેદારો પણ ફફડી ઉઠયાં છે. પાલિકામાં વિપક્ષને ચર્ચા કરવાની તક આપવામાં આડોડાઈ કરાય છે, તેવો કોંગ્રેસના સભ્યોનો આરોપ હજુ બરકરાર છે. આવું કરવા પાછળ ભાજપ શાસકોની મુરાદ એવી ગણાવાય છે કે, વિપક્ષને ચર્ચા કરવાની તક અપાય તો શાસનની બદબોઈ થાય. જોકે, આ ગણતરી ઊંધી સાબિત થઈ રહી છે. દર પંદર દિવસે પંદર ખાડા પાડો... કોટ વિસ્તારના ભાજપના ર્કોપોરેટર દીપક આફ્રિકાવાળાએ તો ત્યાં સુધી બળાપો કાઢ્યો હતો કે, અમારા વિસ્તારમાં પાણીની લાઈનમાં ડ્રેનેજનું પાણી ભળી જાય છે. દર પંદર દિવસે આ પ્રશ્ન ઊભો થાય છે અને આખા વિસ્તારમાં પંદર ખાડા પાડીને તેનો ઉકેલ લવાય છે. હવે તો કાયમી ઉકેલ આવે તેવું કંઈ કરાવો.. બે ર્વોડ વચ્ચે એક જ પેએન્ડ યુઝ ગત સામાન્ય સભામાં વિનુ મોરડિયાએ એવો આરોપ મૂક્યો હતો કે, અમારા કતારગામ ઝોનમાં બે ર્વોડની વચ્ચે છેલ્લાં પાંચ વર્ષમાં એક જ પે એન્ડ યુઝનું કામ થઈ શક્યું છે. રસ્તા, પાણી, ડ્રેનેજ અને લાઈટની સુવિધા માટે અભિપ્રાય લેવા માટેની પ્રક્રિયામાં રઝળપાટ બંધ કરાવો. કોઈ સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરાવો. આનાલીધે અમારે ત્યાં તો કોઈ કામો તો કરાતા જ નથી. એવું લાગે છે,અમારા ઝોનની સાથે તો જાણે સંઘપ્રદેશ જેવો વ્યવહાર કરાઈ રહ્યો છે. ગેરકાયદે પાકિગ કરવા લાઈનદોરી ર્કોપોરેટર નીતિન ભજીયાવાલાએ લાઈનદોરી મૂકીને લોકોના મકાનો તોડવાની નીતિ સામે સવાલ કરતાં કહ્યું હતું કે, લાઈનદોરી અમલી બન્યાં પછી ખુલ્લાં થતાં રોડ ઉપર ગેરકાયદે પાકિગ અને દબાણ થાય. એટલે, ગેરકાયદે પાકિગના કારણે લોકોએ પોતાના મકાનોમાં કાયદેસરના પાકિગમાં પણ વાહનો પાર્ક નહીં કરી શકાય, એ કેવી સ્થિતિ છે. તેને નિવારવા માટે પોલીસની સાથે કમિટી બનાવો. ક્વોલિટી ચેક કરાવો તો બધા પેમેન્ટ અટકી જશે.. વિકાસના કામોમાં ગુણવત્તાનો રાગ આલાપતા શાસકોને ભાજપના જ ર્કોપોરેટર આર.કે. લાઠિયાએ મેટલ ગ્રાઉટિંગના રસ્તાની ક્વોલિટી ઊઘાડી પાડી હતી. તેમણે એવો આરોપ મૂક્યો હતો કે મેટલ ગ્રાઉટિંગના રસ્તામાં કોઈ જ ધારાધોરણ પળાતા નથી. કોઈ મોનિટરિંગ કે સુપરવિઝન કરાતું નથી. અધિકારીઓના ડર જેવી તો કોઈ ચીજ જ નથી. જો ચેકિંગ કરાવાય તો બધા જ પેમેન્ટ અટકાવી દેવા પડશે