...તો અમિતાભ બચ્ચન સુરત આવશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો સુરતના હોટેલિયર એસોસિયેશનના પ્રયત્નો સાકાર થશે તો અમિતાભ બચ્ચન સુરત શહેરમાં પણ 'ખૂશ્બુ ગુજરાતકી’ના કેમ્પેન માટે આવશે. હોટેલિયર એસોસિયેશન દ્વારા સુરતની ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટેના પ્રયાસો શરૂ થઇ ગયા છે.

આ પ્રયાસોના ભાગ રૂપે સુરતના હોટેલિયર એસોસિયેશને ગુજરાત ટુરિઝમના 'ખૂશ્બુ ગુજરાત કી’ કેમ્પેનમાં સુરતનો સમાવેશ કરવા માટે પ્રપોઝલ પણ મોકલાવી છે.

સાઉથ ગુજરાત હોટેલ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ સનત રેલિયા કહે છે કે, 'સુરતને 'ખૂશ્બુ ગુજરાત કી’ કેમ્પેનમાં સામેલ કરવા માટે અમે ગુજરાત ટુરિઝમ પાસે પ્રપોઝલ પણ મૂકી દીધી છે. જેમાં અમે સુરતની ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને હાઇલાઇટ કરવા માટે પ્લાન મૂક્યો છે. આ સાથે સુરતને ફૂડ સિટી તરીકે પણ હાઇલાઇટ કરવા માટે અમે વિચાર્યું છે. આ પ્રપોઝલ પર અમારી વાત ચાલુ છે. સુરતને પ્રોજેક્ટ કરવાથી અહીં ટુરિઝમ ચોકકસ જ ડેવલપ થશે.’