તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસફળતાને પચાવતા શીખવાડશે 'ભાસ્કર ઉત્સવ’નો સેમિનાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્ય ભાસ્કર ઉત્સવ અંતર્ગત શનિવારે સાયન્સ સેન્ટરમાં 'મેરા પ્રબંધક મેં’ વિષય પર સેમિનાર યોજાશે
જીવનના પડકારોનું સોલ્યુશન અપાશે
દિવ્ય ભાસ્કર ઉત્સવ અંતર્ગત શનિવારે સાયન્સ સેન્ટરના ઓડિટોરિયમમાં મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર પંડિત વિજયશંકર મહેતા 'મેરા પ્રંબધક મૈં’ વિષય પર કંડક્ટ કરશે. વ્યાવસાયિક જીવનમાં રહીને માનવી તમામ પ્રકારની ભૌતિક સફળતા મેળવી લે છે.
કેટલાક લોકો એવા પણ હોય છે જે બહારના લોકો માટે એક સફળ મેનેજર હોય છે, પણ જ્યારે પોતાની જાતને મેનેજ કરવાની હોય છે ત્યારે તેઓ અસફળ રહે છે. આપણે કામ કરતી વખતે સ્ટ્રેસમાં સરી પડીએ છીએ, અસફળતા મળે તો વ્યવહાર કેવો કરવો, નુકસાન પહોંચે તો ભવિષ્યની યોજનાઓ કઈ રીતે તૈયાર કરવી, પ્રોફેશનલ જીવનમાં મળતી સફળતા અને ફેમિલી વચ્ચે સમતોલન જાળવી શકતા નથી.
જીવનના આ જ બધા પડકારોના સોલ્યુશન વિશે આ સેમિનારમાં ચર્ચા કરવામાં આવશે. આ સેમિનાર કોઇપણ સુરતી એટેન્ડ કરી શકશે. જે માટે એન્ટ્રી નિશુલ્ક રાખવામાં આવી છે. આ સેમિનારનો સમય ૩થી પનો છે. સેમિનાર માટે પાસ દિવ્ય ભાસ્કરની ઓફિસે સવારે ૧૧થી પ વાગ્યાની વચ્ચે મળશે. પાસ પહેલા તે વહેલાના ધોરણે આપવામાં આવશે અને ઓડિટોરિયમમાં પણ એન્ટ્રી આ જ ધોરણે આપવામાં આવશે.
પંડિત વિજયશંકર મેહતા હનુમાનચાલીસાના મેડિટેશનના માધ્યમથી મેનેજમેન્ટની નવી શૈલી પોતાના વ્યાખ્યાનમાં સમજાવશે. આ સેમિનારમાં સફળતા અને શાંતિ વિશે પણ વાત કરાશે.
સેમિનારમાં કોઇપણ સુરતી જોડાઇ શકશે
આ સેમિનાર સુરતના દરેક લોકો માટે અને દરેક એજગ્રુપના લોકો માટે છે. આ સેમિનારમાં બિઝનેસમેન, પ્રોફેસનલ્સ, સ્ટુડન્ટ્સ, મહિ‌લાઓ અને સિનિયર સિટિઝન ભાગ લઇ શકશે. આ સેમિનારમાં તમે જાતને કઈ રીતે વિષમ પરિસ્થિતિમાં મેનેજ કરી શકો છો તે વિશે ચર્ચા કરવામાં આવશે. જેના પાસનું વિતરણ નિ:શુલ્ક અને વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવી રહ્યું છે અને ઓડિટોરિયમમાં એન્ટ્રી પણ તે જ રીતે અપાશે.
'સિટી ભાસ્કર’માં મોકલી શકો છો
સિટી ભાસ્કર સિટીની બધી જ ઈવેન્ટ સમાવી લેવા ઈચ્છે છે, આથી હવે પેજ-૩ મધુરિમા/ સિટી એક્ટિવિટી પર શહેરમાં બનતી મહિ‌લા સંબંધિત એક્ટિવિટીનું સ્પેશિયલ કવરેજ કરવામાં આવશે. આપને ત્યાં યોજાનારી કોઈપણ ઈવેન્ટ કે ફંક્શન, સેમિનાર કે વર્કશોપ વિશે અમને માહિ‌તી મોકલો. અમે એને સિટી ભાસ્કરમાં પબ્લિશ કરીશું. જેમાં ક્લબ, એક્ઝિબિશન, ફેશન શો, સેમિનાર, એવોર્ડ ફંકશન, વિમેન એસોસિયેશન્સ, મહિ‌લાઓની સિદ્ધિઓ જેવી ઈવેન્ટ્સ પ્રકાશિત કરાશે. ધાર્મિ‌ક એક્ટિવિટી અહીં પ્રગટ નહીં કરી શકાય. ઈવેન્ટ વિશેની માહિ‌તી, પ્રેસ રિલીઝ મોકલી આપો. ફોટોગ્રાફ્સ મોકલો તો ખાસ ધ્યાન રાખો કે એ હાઈ રિઝોલ્યુશન ધરાવતા જ હોવા જોઈએ. અમને દરરોજ સાંજે ૬ વાગ્યા સુધી મોકલી શકો છો.
email : citybhaskarsurat@gmail.com અને ફોન પણ કરી શકો છો. ૯૯૧૩૬૦૯૭પ૭