કંકોતરીથી લઈ હનીમૂન પ્લાનિંગ સુધીની બધી જ તૈયારીઓ આ એક્ઝિબશિનમાંથી કરી શકાશે
મેરેજ સિઝન માટેની શોપિંગ શરૂ થઈ ગઈ છે ત્યારે સિટીલાઇટ એરિયામાં આવેલા મહારાજા અગ્રસેન ભવનમાં શુક્રવારે, ત્રિદિવસીય મેગા બ્રાઇડલ એક્ઝિબશિનનો આરંભ થયો હતો. આ એક્ઝિબશિનનાં ઇનોગ્રેશન ઇવેન્ટમાં આવેલી ‘દિયા ઔર બાતી’ સિરિયલની લીડિંગ એક્ટ્રેસ દિપીકા સિંઘ સુરતની સુંદરતા અને સાદગીથી પ્રભાવિત થઈ હતી. તેણે તો કઝીનના મેરેજ માટે અહીંથી જ શોપિંગ કરવાનું નક્કી કર્યું છે.
નવી ફેશન અને નવી ડિઝાઈનની જ્વેલરીમાં રસ ધરાવતા સુરતીઓ માટે અને નજીકના દિવસોમાં લગ્નનું પ્લાનિંગ કરતાં પરિવારો માટે આ એક્ઝિબશિન ઉપયોગી બની રહેશે. તેમને બ્રાઇડલ માટે તમામ બ્યૂટી કેર પ્રોડકટ્સ અહીંથી મળી રહેશે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના ડિરેક્ટર પ્રણવ ઝવેરીએ કહ્યું હતું કે, નવવધુ અને તેના પરિવારને મેરેજની શોપિંગને લઈ મૂંઝવણ રહેતી હોય છે ત્યારે તેઓ બ્રાઇડલ માટેની તમામ વસ્તુનું એક જ જગ્યાએથી શોપિંગ કરી શકે એ માટે આ એક્ઝિબશિનનું આયોજન કરવામાં આવ્યું છે.
૨૨ જુલાઈ સુધી યોજાનારા આ એક્ઝિબશિનમાં દેશભરની જાણીતી જ્વેલરી બ્રાન્ડના ૯૦ જેટલા સ્ટોલ છે. અહીં બેંગ્કોક, પૂણા, અમૃતસર, જયપુર, કલકત્તા, દિલ્હી અને ચેન્નઈની એક્સક્લુઝિવ વેરાયટી જોવા મળશે. આગામી તહેવારોના દિવસો માટે રિયલ ગોલ્ડ અને ડાયમન્ડ જવેલરીની જાણીતી નેશનલ બ્રાન્ડની વિવિધ વેરાયટીઝ છે. સાથે ફેશન ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવેલાં કલોથ્સ, ફેશન ફૂટવેર, હોમ ડેકોર, વેડિઁગ ફોટોગ્રાફ, વીડિયોગ્રાફ, હનીમૂન માટે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ડેસ્ક સહિતની તમામ જરૂરિયાતો અહીં પૂરી થશે.’
દિપીકા સિંઘ & અભિનેત્રી
"હું કઝીન માટે અહીંથી ખરીદી કરીશ"
દિપીકા સિઘે કહ્યું, "ટૂંક સમયમાં કઝીનના મેરેજ છે. એના માટે હું અહીંથી જ ઘરેણાં, કપડાં વગેરેની શોપિંગ કરીશ. જ્વેલરી અને કપડાંની વિશાળ રેન્જ અને એ પણ એક જ જગ્યાએથી મળી રહે છે. થોડી ખરીદી મારા માટે પણ કરીશ. જ્યાં સુધી સુરતની વાત છે તો, એની સુંદરતા અને સાદાઈ મને આકર્ષે છે."
તેઓ કહે છે, "સુરત વારંવાર આવવું ગમે એવું શહેર છે. પ્રાઇમ ટાઇમમાં આવતી ‘દિયા ઔર બાતી’ સિરિયલમાં કામ કરવાની તક મળી એ પછી જિંદગીમાં વધુ કોઇ ચાહ નથી. ગોડ તરફથી જેવી લાઇફ મળી એ સ્વીકારવી જોઈએ. સપનાં જોવાં જોઈએ પણ ગોડ પર વિશ્વાસ જરૂરી છે. મને સંધ્યાની જેમ ચેલેન્જ સ્વીકારવી ખૂબ જ ગમે."
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.