તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસુનું બ્યુટીફિકેશન : ટૂંક સમયમાં રચાશે બે નવા ગાર્ડન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસુમાં બની રહેલા નવા બે ગાર્ડન્સ આ એરિયાનો લુક બદલી નાંખશે
મોટાભાગની પાયાની સુવિધાઓ તૈયાર થઇ ગયા બાદ કોર્પોરેશન દ્વારા બ્યૂટીફિકેશન કરાશે
હેંગઆઉટ પ્લેસ: વેસુમાં વોટરવર્ક્સની બાજુમાં અને વેસુ-ભરથાણાને સ્પર્શતી ટીપી સ્કીમમાં પણ ગાર્ડન તૈયાર કરવા રૂ. ૧.૩૧ કરોડ ખર્ચાશે
શહેરમાં રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં સૌથી હોટ ફેવરિટ વિસ્તાર વેસુ છે. કોર્પોરેશન હવે વેસુમાં બે નવા ગાર્ડન બનાવા જઈ રહ્યુ છે. વેસુ અને ભરથાણામાં પાલિકાએ સવા કરોડ રૂપિયાના ખર્ચે બે ગાર્ડન તૈયાર કરાવવાનો નિર્ણય કર્યો છે. આ ગાર્ડન્સ બન્યા બાદ વેસુનો લુક સાવ જ બદલાઇ જશે. હમણાં વેસુમાં ખૂબ બધા નવા પ્રોજેક્ટસ તૈયાર થઇ રહ્યા છે ત્યારે આ બે ગાર્ડન્સ સુરતીઓ માટે એક નવું એટ્રેકશન બની રહેશે.
શહેરમાં નવા વિકસતા વિસ્તારોમાં વેસુ અને પાલ વિસ્તાર ટોપ પર છે. આ બન્ને એરિયામાં નવા અનેક પ્રોજેક્ટ્સ ઊભા થઈ ચૂક્યાં છે. અત્યાર સુધી આ વિસ્તારોમાં પાલિકાએ રિક્રિએશન માટે ગાર્ડન, ઓડિટોરિયમ, સ્વિમિંગ પુલ, કમ્યુનિટી હોલ, જેવા કોઈ પ્રોજેક્ટ હાથ ધર્યા ન હતા. પરંતુ હવે પાલિકાએ વેસુ વિસ્તારમાં ૧.૩૧ કરોડનાં ખર્ચે બે ગાર્ડન બનાવવાનો નિર્ણય કર્યો છે.
આની પાછળનું કારણ આપતાં પાલિકાના કાર્યકારી સ્થાયી અધ્યક્ષ પ્રફૂલ્લ પાનસેરિયા કહે છે કે, શહેરમાં આ વિસ્તારનો સમાવેશ થયાં પછી પહેલા પ્રાથમિક સુવિધા આપવાની જ પ્રાયોરિટી હતી. આ વિસ્તારમાં મોટાભાગની પાયાની સુવિધાઓ ઊભી કરી દેવાઈ છે. એટલે, હવે ગાર્ડન જેવી સુવિધાઓ ઊભી કરવા માટેનું આયોજન હાથ ઉપર લેવાયું છે.
હાલમાં મળેલી સ્ટેંડિંગ કમિટિની બેઠકમાં વેસુમાં ૧.૩૧ કરોડનાં ખર્ચે બગીચાઓ બનાવવાની દરખાસ્ત પણ મંજુર કરાઈ છે. આ બે ગાર્ડન્સ તૈયાર થઇ જશે પછી વેસુમાં રહેતા સુરતીઓને મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક લેવા માટે એસવીએનઆઇટી કે લેક વ્યૂ ગાર્ડન સુધી જવું નહિં પડે. બાળકો અને યંગસ્ટર્સને પણ આ ગાર્ડન્સમાં ટાઇમ સ્પેન્ડ કરવાના અનેક ઓપ્શન્સ મળી રહેશે. તૈયાર થનારા નવા બે ગાર્ડનમાં બાળકો મજા અને મસ્તી કરી શકે એ માટે પણ કેટલાક ઓપ્શન્સ વિચારવામાં આવી રહ્યા છે. આ તૈયાર થઈ રહેલા ગાર્ડનથી વેસુનું સાચા અર્થમાં બ્યૂટીફિકેશન થઈ જશે.
વેસુમાં રહેતા સુરતીઓ માટે હેંગ આઉટ પ્લેસ
વેસુ એ સિટીનો ફાસ્ટ ગ્રોઇંગ રિચ એરિયા ગણાય છે, છેલ્લા થોડા વષોર઼્માં અહીં ઘણાં ડેવલપમેન્ટ્સ થયા છે. સિટીમાંથી ઘણાં સુરતીઓ આ એરિયામાં શીફ્ટ થયા છે અને હજી પણ ઘણા નવા પ્રોજેક્ટ્સ અહીં આકાર પામી રહ્યા છે. પણ હેંગ આઉટ પ્લેસ માટે આ એરિયામાં એકપણ ઓપ્શન નથી. આ ગાર્ડન્સ વેસુમાં રહેતા સુરતીઓ માટે હેંગ આઉટ માટે એક નવો જ ઓપ્શન બની જશે.
ક્યાં કેટલાં ખર્ચે નવા ગાર્ડન બનશે
વેસુમાં વેસુ વોટરવર્ક્સની બાજુમાં રૂ. ૬૨.૪૨ લાખના ખર્ચે ગાર્ડન બનાવાશે
વેસુ વિસ્તારમાં જ વેસુ-ભરથાણાને સ્પર્શતી ટીપી સ્કીમ નં-૨માં ફાઈનલ પ્લોટ નં-૨૧૬માં રૂ.૬૮.૮પ લાખના ખર્ચે ગાર્ડન બનાવાશે