• Gujarati News
  • Bank Account Holder Is Not Considered To Be A Customer For The Purpose Bussiness

વ્યપારિક હેતુ માટે બેન્ક ખાતેદારને ગ્રાહક ન ગણાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એકાઉન્ટન્ટ સાથેના રૂપિયા ૩૩ લાખના ચેકના વિવાદની ફરિયાદ ગ્રાહક અદાલતે રદ્ કરી
- મેસર્સ હિ‌ન્દ પોલિફેશન, મે.રચિત ફેશન પ્રા.લિ. અને રચિત ક્રિયેશનના નામે બીઓબીમાંતી કેશ ક્રેડિટ લેવાઇ હતી
- રાજસ્થાનના જોધપુર ખાતે વી.એસ. શર્માએ બોગસ સહી કરી ચેક વટાવી લીધા હતા


બેન્ક ઓફ બરોડાના જવાબદાર અધિકારીઓ સામે નોંધાયેલા ત્રણ કેસમાં ગ્રાહક કોર્ટે ફરિયાદ રદ્ કરતો હુકમ આપ્યો હતો. સાથો સાથ એવુ પણ જણાવ્યું હતું કે, વ્યપારિક હેતુઓ માટે બેન્કમાં એકાઉન્ટ ધરાવતા વ્યક્તિ ગ્રાહક સુરક્ષા હેઠળ ગ્રાહક ગણાય નહીં અને ફ્રોડ ફોર્જરીના આક્ષેપવાળી ફરિયાદ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ચાલી શકે નહીં.

વિગતો અનુસાર, મેસર્સ હિ‌ન્દ પોલિફેશન્સ, મે. રચિત ફેશન પ્રા.લિ. તથા મે. રચિત ક્રિયેશનના નામની ત્રણ પેઢીએ પોતાના ધંધાકિય હેતુઓ માટે બેન્ક ઓફ બરોડા માનદરવાજા શાખામાંથી ક્રેશ ક્રેડિટ લીધી હતી. પોતાના ધંધાના સ્ટોક, ડેબ્ટસ બેન્કને તારણમાં આપીને ત્રણેય પેઢીના નામે મેળવેલી કુલ રૂપિયા ૩૩ લાખના ચેક તેમની બોગસ સહીઓ કરીને રાજસ્થાનના જોધપુર ખાતે આવેલી બેન્ક ઓફ બરોડામાં વી.એસ. એન્ટરપ્રાઇઝના વી.એસ. શર્માએ જમા કરાવી લીધા હતા.
તેમજ બોગસ સહી કરીને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. આ ઘટના બાદ મેસર્સ હિ‌ન્દ પોલિફેશન્સ સહિ‌તની ત્રણેય પેઢીઓ દ્વારા બેન્ક ઓફ બરોડાના જવાબદાર અધિકારીઓએ ચેક પાસ કરતી વખતે વ્યાજબી કાળજી રાખી ન હોવાનું જણાવીને સુરત ગ્રાહક અદાલતમાં ચેકની રકમ મેળવવા માટે ફરિયાદ કરી હતી.

બેન્ક ઓફ બરોડા તરફે હાજર રહેલા એડવોકેટ શ્રેયસ દેસાઇએ એવી દલીલ રજૂ કરી હતી કે, ફરિયાદીએ પોતાના વેપારના ધંધાકિય હેતુ માટે બેન્ક પાસેથી કેશ ક્રેડિટ લોન મેળવી હતી. જેના કારણે ગ્રાહક સુરક્ષા ધારામાં આપેલી વ્યાખ્યા પ્રમાણે ફરિયાદી ગ્રાહક નથી. ફરિયાદીની ફરિયાદમાં ફોર્જડ ચેકના ફોર્જરીના વિવાદો ઉભા કરાયા હતા અને ફરિયાદીએ પોતે સબંધિત પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી હતી.

પોતાના એકાઉન્ટન્ટ વિમલ શર્મા વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ અને ત્યાર બાદ વિવાદવાળી રકમ પણ ફરિયાદીના એકાઉન્ટન્ટ વિમલ શર્માના એકાઉન્ટમાં જમા થયેલી હોવાનું જણાતું હતું. આ વિવાદ ફરિયાદી અને એકાઉન્ટન્ટ વચ્ચે હોય એવુ જણાતા અને ચેક રાજસ્થાનની બેન્કમાં રજૂ થયા હતા. આ તમામ દલીલો ગ્રાહ્ય રાખી અને બેન્ક ઓફ બરોડાના જવાબદાર અધિકારીઓ સામેની ફધ્રયાદ રદ્ કરતો આદેશ ગ્રાહક અદાલતે આપ્યો હતો.