કરોડના ખર્ચે ઓડિટોરીયમનું રિનોવેશન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કરોડના ખર્ચે ઓડિટોરીયમનું રિનોવેશન
- વ્યારા પાલિકા ફ્લોરિંગ, એસી યુનિટ, સાઉન્ડ સીસ્ટમ, અત્યાધુનિક ખુરશી જેવા સાધનો વડે ઓડિટોરિયમ હોલ અદ્યતન બનાવશે


વ્યારામાં નગરપાલિકા દ્વારા તરૂણ કુંડની બાજુમાં બનાવેલ ઓડિટોરીયમ હોલમાં આધૂનિકતા લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પાલિકા ૧.૩૨ કરોડના ખર્ચે ફ્લોરિંગ ,એસી યુનિટ, સાઉન્ડ સિસ્ટમ, ખુરશીની સુવિધામાં વધારો કરશે. જેના પગલે વ્યારા નગરપાલિકાનું ઓડિટોરીયમ હોલ નગરની શોભા બની જવાની આશા પગલે નગરજનોમાં આનંદ વ્યાપી ગયો છે.

વ્યારામાં તરૂણકુંડની બાજુમાં આવેલા ઓડિટોરીયમ હોલ ખાતે નવીનીકરણ માટે બજેટની મિટિંગમાં નગરપાલિકા દ્વારા સ્વભંડોળમાંથી ૪૦ લાખ અને મુખ્યમંત્રીની સ્વર્ણિમ જયંતી યોજના ગ્રાન્ટ મળીને કુલે ૧.૩૨ કરોડના ખર્ચ કરાશે. આ ઓડિટોરીયમ હોલમાં વુડન ફર્નિ‌ચર, ફ્લોરિંગ કારપેટ, એસી યુનિટ, સાઉન્ડ સિસ્ટમ, ઈલેક્ટ્રીશીય, ચેર સહિ‌ત વિવિધ સુવિધાનો વધારો કરાશે, જેને કારણે ઓડિટોરીયમ હોલ અત્યંત રમણીય સાથે નગરજનો માટે જોવાલાયક સ્થળ બની જશે.

હાલ કામોની મંજૂરી મળી જાવના પગલે ટેન્ડરિંગ કામો હાથ ધરી દેવાયા . આથી ભવિષ્યમાં સુવિધાભર બનેલ ઓડિટોરયમનો પ્રતિજનો લાહવો મેળવી શકશે.