તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં ફરી ATM ફ્રોડ, આ વખતે કાપોદ્રાનો વારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક ટોળકી ઝડપાયા બાદ કાર્ડ ક્લોન કરી ઉચાપત કરનારા નવા ઠગ ત્રાટક્યા
કાપોદ્રાની યુનિયન બેંકના ચાર ગ્રાહકોએ ૭૪,૪૦૦ ગુમાવ્યા, મેનેજરની ફરિયાદ
સીસી કેમેરામાં શંકાસ્પદ શખ્સો દેખાયા
ગત એપ્રિલ મહિ‌નામાં ચોકબજારમાં આવેલી એસબીઆઇ બેંકના એટીએમ સેન્ટરમાં મેગ્નેટીક સ્કીમર લગાડી ગ્રાહકોના કાર્ડ કલોન કર્યા બાદ લાખો રૂપિયા લેનારી ઠગટોળકીના એક સાગરીત મોહમદ અકીલ બુરહાનીને રાંદેર પોલીસે વીસેક દિવસ પહેલા ઝડપી પાડયો હતો. જો કે આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસની પકડથી બહાર છે. ત્યારે વરાછા રોડ પર હીરાબાગ પાસે આવેલી યુનિયન બેંકના એટીએમ સેન્ટરમાં સ્કીમર લગાવી ચાર ગ્રાહકોના એટીએમ કાર્ડનો ડેટા અને પાસવર્ડ જાણી લઇને બે ઠગોએ કુલ રૂ.૭૪,૪૦૦ ઉપાડી લેતા ફરી વધુ એક એટીએમ સ્કેમ બહાર આવ્યું છે. હવે જ્યારે કાપોદ્રામાં એટીએમ સ્કેમની વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
આગળ વાંચો, સુરતના કયા વિસ્તારના એટીએમ બન્યા હતાં કાર્ડ ક્લોનનો ભોગ