પિક્સેલ થીમ પર યોજાશે આર્કિટેક્ટ ફેસ્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પિક્સેલ થીમ પર યોજાશે આર્કિટેક્ટ ફેસ્ટ
- સ્કેટ કોલેજના આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દિવ્ય ભાસ્કરના સહયોગથી ૧૩મી માર્ચથી આર્કિટેક્ટ ફેસ્ટ શરૂ થશેસિટી


સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અને 'દિવ્યભાસ્કર’ના સહયોગથી ૧૩મી માર્ચથી એક આર્કિટેક્ટ ફેસ્ટ શરૂ થશે. આ ફેસ્ટ આર્કિટેક્ટ સ્ટુડન્ટ્સ એક્ટિવિટી કાઉન્સિલ અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગ સ્ટુડન્ટ્સ એક્ટિવિટી કાઉન્સિલ દ્વારા યોજાશે.

આ વર્ષે આ ફેસ્ટિવલ માટે પિક્સેલ થીમ નક્કી કરવામાં આવી છે. આ માટે દરેક પાસાંને આ ફેસ્ટિવલમાં આવરી લેવામાં આવ્યા છે. ત્રણ દિવસના આ ફેસ્ટમાં આર્કિટેક્ચર્સને લગતા જુદા જુદા વર્કશોપની સાથે જાણીતા આર્કિટેક્ટસ તેમના વર્ક વિશે વાત કરશે. આ ફેસ્ટમાં મનિષ ગુલાટી, અનિકેત ભાગવત અને સંજય મોહે જેવા આર્કિટેક્ટસ પોતાની વાત માંડશે.

દેશના આ જાણીતા આર્કિટેક્ટ્સ કંડક્ટ કરશે વર્કશોપ
મનિષ ગુલાટી : મનિષ ગુલાટી ઈન્ડિયાના જાણિતા આર્કિટેક્ટ છે અને તેઓ પોતાના કન્ટેમ્પરરી વર્ક માટે ઘણાં જાણીતા છે. તેમના દ્વારા અહીં પોતાના વર્ક પર પ્રેઝન્ટેશન આપવામાં આવશે.મનિષ ગુલાટીએ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિ‌ટીમાંથી પોતાનું આર્કિટેક્ટ કમ્પિલિટ કર્યું છે અને તેની સાથે જ તેઓ પોતાના આગવી ડિઝાઈન અને ર્મોડન ટચ માટે જાણીતા છે.

અનિકેત ભાગવત : અનિકેત ભાગવત ઈન્ડિયન આર્કિટેક્ટ્સમાં લેન્ડસ્કેપ ડિઝાઈનિંગ માટે ઘણાં જાણીતા છે. તેમના પિતા દ્વારા ૧૯પ૦માં લેન્ડસ્કેપ ઈન્ડિયા કરીને કંપનીની સ્થાપના કરવામાં આવી હતી, જે ઈન્ડિયામાં સૌથી ઈનોવેટિવ લેન્ડસ્કેપ ડિઝાઈનરની કંપની તરીકે ઓળખાય છે. અનિકેતે લેન્ડસ્કેપ ડિઝાઈનિંગમાં ઘણાં રિસર્ચ પણ કર્યા છે.

સંજય મોહે : સંજય મોહે એવા આર્કિટેક્ટ છે જેમની ડિઝાઈનના મૂળ ઈન્ડિયન ટ્રેડિશન અને કલ્ચર સાથે જોડાયેલા છે. તેઓ લાઈટને બિલ્ડિંગ મટિરિયલ તરીકે યુઝ કરવામાં માને છે અને તેઓ એમ પણ માને છે કે આઈડિયાને જેમ લિમિટ નથી હોતી તેમ બાઉન્ડ્રી વગરની સ્પેસ ક્રિએટ કરવી જોઇએ . તેમણે ઘણાં એર્વોડ પણ મેળવ્યા છે.

આ વર્કશોપ કંડક્ટ થશે
સ્કલ્પચર મેકિંગ વર્કશોપ : બામ્બુમાંથી હેન્ડિક્રાફ્ટ અને પેઈન્ટિંગ બનાવવાના વર્કશોપ : આર્કિટેક્ચર ઓરેગામી : ફેરો સિમેન્ટ : આર્કિટેક્ચરલ ફોટોગ્રાફી વર્કશોપ : મુવી મેકિંગ : આર્કિટેક્ચર ડિઝાઈન વર્કશોપ : ડ્રામા વર્કશોપ : સેરિગ્રાફી વર્કશોપ : ગ્રાફિક ડિઝાઈન વર્કશોપ