અમરોલી કોલેજના છાત્રએ ઝેરી દવા પીને કર્યો આપઘાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામ ખાતે આવેલા અહન એપાર્ટમેન્ટમાં રહેતો ૨૧ વર્ષીય હાર્દિક રસીકભાઈ વડગામા અમરોલી કોલેજના ટી.વાય.બી.કોમ.માં અભ્યાસ કરતો હતો. તેણે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે કતારગામ પોલીસે આપઘાતની નોંધ કરી હાર્દિકના આ પગલાનું કારણ શોધવા તપાસ શરૂ કરી છે. ૧૨ સાયન્સમાં બે વખત નાપાસ થતાં વિદ્યાર્થિ‌નીનો આપઘાત પરવટ ગામ ખાતે આવેલા પરવટ પ્લાઝામાં રહેતી ૧૯ વર્ષીય શિવાંગીની કુંવર ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી હતી. તેણે ર્બોડની પરીક્ષામાં ઉત્ર્તીણ થવા તેણે બે વખત પ્રયાસ કર્યો હતો તેમ છતાં તેને સફળતા મળી નથી. ર્બોડની પરીક્ષામાં બે વખત પ્રયાસ કર્યા બાદ પણ સફળતા ન મળતાં આખરે કંટાળીને આ વિદ્યાર્થિ‌નીએ પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે પુણાગામ પોલીસે આપઘાતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.