• Gujarati News
  • Akshay Truriya 50 Coror Jewelry Sold In The City Surat

અક્ષય તૃતિયાએ શહેરમાં પ૦ કરોડનાં ઘરેણાં વેચાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોનાના ભાવ નીચા હોવાથી બુકિંગ શરૂ, ડાયમંડ જવેલરી માટે પણ એડવાન્સ બુકિંગ

સુરતના ઝવેરીઓ ૩૦મીની લોકસભાની ચૂંટણી પુરી થવાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે ૨જી તારીખે કિંમતી ધાતુઓ ખરીદવાનો પવિત્ર દિવસ અક્ષય તૃતિયા આવે છે.અત્યારે ચૂંટણીને કારણેનાણાંની હેરફેર અટકી ગઈ હોવાથી સોના-ચાંદીનો ધંધો ઠંડો છે.સુરતના ઝવેરીઓનું કહેવું છે કે છેલ્લાં ઘણાં વખતથી મંદીનો માહોલ છે અને હવે અક્ષય તૃતિયાના દિવસે સારી ઘરાકી રહેવાની ધારણાં છે અત્યારથી જ લોકોએ બુકીંગ શરૂ કરી દીધા છે.

એક અંદાજ પ્રમાણે શુક્રવારે અખાત્રીજના દિવસે સોના-ચાંદી અને હીરાઝવેરાતની પ૦ કરોડની ખરીદી થશે.આ દિવસે ફલેટના બુકીંગ, વાહનોની ખરીદી પણ લોકો કરતા હોય છે.જો કે કેટલાંક ઝવેરીઓ આ વખતના અક્ષય તૃતિયા માટે થોડા નિરાશાવાદી છે. ૨જી મે શુક્રવારે અખાત્રીજ યાને અક્ષય તૃતિયાનો પવિત્ર દિવસ છે.

અક્ષય તૃતિયાએ ખરીદીનું મહત્ત્વ કેમ?
શાસ્ત્રોમાં અક્ષય તૃતિયના દિવસને પવિત્ર અને શૂભ દિવસ ગણવામાં આવ્યો છે.આ દિવસે આખો દિવસ મૂર્હુત સારા માનવામાં આવે છે. આ દિવસે કિંમતી ધાતુઓ, મકાનની ખરીદી, મિલ્કતના સોદા, વાહનોની ખરીદી કરવાનું શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતિયાના દિવસે કરેલી ખરીદી સમૃધ્ધિમાં વધારો કરે છે.

વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો.....