સુરતમાંથી પેસેન્જર મળશે કે નહીં ૭ વર્ષ પછી એર ઇન્ડિયાએ સરવે શરૂ કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર- એસ ઇન્ડીયા પ્લેન )

સુરતમાંથી પેસેન્જર મળશે કે નહીં ૭ વર્ષ પછી એર ઇન્ડિયાએ સરવે શરૂ કર્યો
બીજા દેશો કરતા ફ્યૂઅલ મોંઘું હોવાથી સસ્તી ફ્લાઇટ નહીં મળી શકે: એરઇન્ડિયા
સસ્તી નહીં પરંતુ અનુકુળ સમયે ફ્લાઇટ મળે તો ચોક્કસ ટ્રાફિક મળશે: ચેમ્બર


સુરત: સુરત એરપોર્ટ પરથી સુરત- દિલ્હીની સવારના ફલાઇટ કે અન્ય શહેર સાથે કનેકિટવિટી માટે પેસેન્જર ટ્રાફિક મળશે કે કેમ? તે બાબતે ઇન્ડિયન એરલાઇન્સના અધિકારીઓએ સુરતમાં સરવે શરૂ કર્યો છે અને તેના ભાગરૂપે મંગળવારે ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત ડાયમંડ એસોસિયેશનમાં મિટિંગ રાખી હતી. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને સાસંદ સી. આર. પાટીલે એર ઇન્ડિયા પાસે દિલ્હી જઈને માગણી કરી હતી કે સુરતમાં ફલાઇટ ચલાવવી હોય તો સમય બદલો કારણ કે અત્યારે જે ફલાઇટ ચાલે છે તે સુરત માટે અનુકુળ સમયની નથી. સુરત માટે એક ફલાઇટ એવી હોવી જોવી જોઇએ જે સાંજે સાતેક વાગ્યાની આજુબાજુ દિલ્હીથી નિકળે અને સુરત આવે તે પછી સુરતથી મુંબઈ જાય અને બીજે દિવસે સવારે સાત વાગ્યાની આજુબાજુ મુંબઈથી સુરત આવે અને પછી દિલ્હી જાય.

ઉપરાંત ઇન્ડિયન એરલાઇન્સે મુંબઈ અને દિલ્હી વચ્ચે અમૃતસર,જમ્મુ,ચેન્નાઈ, બનારસ, લખનઉ જેવી કનેકિટવિટી પણ આપવી જોઇએ.જેના અનુસંધાનમાં ઇન્ડિયનના વેસ્ટર્ન ઝોનના અધિકારી મુકેશ ભાટીયા અને કૃષ્ણ કુમાર કુંજન સુરત સરવે માટે આવ્યા છે. ભાટીયાએ ચેમ્બરના સભ્યો સાથેની વાતમાં ક્હ્યું હતું કે સસ્તી ફલાઇટની આશા રાખશો નહીં કારણ કે બીજા દેશોની સરખામણીએ ભારતમાં એર ટર્બાઇન ફયુઅલ ઘણું મોંઘું છે. બીજું કે રાજકોટ, ભુજ, વડોદરા બધાને સવારની ફલાઇટ જોઈએ છે.
ચેમ્બરે પેસેન્જર ટ્રાફીકનું એશ્યોરન્સ આપવું પડશે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...