પરીક્ષાના સ્ટાફ માટે પણ આઇકાર્ડ ફરજિયાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરીક્ષાના સ્ટાફ માટે પણ આઇકાર્ડ ફરજિયાત
વિદ્યાર્થીઓ નર્ભિય રીતે ર્બોડની પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ ઉભું કરવા કલેકટરની સુચના


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ ર્બોડ દ્વારા શરૂ થઇ રહેલી ર્બોડની પરીક્ષાને અનુલક્ષીને સોમવારે જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેની અધ્યક્ષતામા પરીક્ષા સમિતિની બેઠક મળી હતી. જેમાં વિદ્યાર્થીઓ નર્ભિય રીતે શાંતીપૂર્ણ વાતાવરણમા પરીક્ષા આપી શકે તેવુ વાતાવરણ ઉભુ કરવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. ગેરરીતીને અટકાવવા તમામ પ્રયાસો કરવા પણ કલેકટરે અનુરોધ કર્યો હતો.

જિલ્લા શિક્ષણ કચેરીના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ર્બોડની પરીક્ષાઓને અનુલક્ષીને સોમવારે જિલ્લા કલેકટરે બોલાવેલી બેઠકમાં વિદ્યાર્થીઓ કોઇપણ જાતની ખલેલ કે તેમને અન્યાય ન થાય તે પ્રકારનુ સંચાલન કરવા કલેકટરે ઉપસ્થિત શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. સાથે પરીક્ષા કામગીરી દરમિયાન શાળા સંચાલક મંડળ, સભ્યો, કે પરીક્ષા સાથે ન સંકળાયેલા કોઇને પણ પરીક્ષા દરમિયાન શાળાથી દુર રાખવાના રહેશે.

ચાલુ વર્ષે ફોટાવાળા ઓળખકાર્ડ ફરજિયાત કરાયા હોય પરીક્ષા સાથે સંકળાયેલા તમામે તે ફરજિયાત લગાવવાના રહેશે. પરીક્ષા કેન્દ્રમા કોઇપણ પ્રકારના ખાદ્ય પદાર્થો, ઠંડા પીણા, ચા કે કોફી કે અન્ય વસ્તુઓ પરીક્ષા સમય દરમિયાન કેન્દ્રમા લાવવા પર પ્રતિબંધ, નજીકના ઝેરોક્ષ સેન્ટરોને બંધ રાખવા, પરીક્ષાના વિષય સિવાયના શિક્ષકને ખંડ નિરિક્ષક તરીકે રાખવા ઉપરાંત ઉપસ્થિત એસ.ટી.ના અધિકારીઓને પરીક્ષા દરમિયાન બસો નિયમિત દોડાવવી, વિજ અધિકારીઓને નિયમિત વિજ પુરવઠો ચાલુ રાખવો,ઉપરાંત પરીક્ષા દરમિયાન કોઇપણ અનિચ્છનીય બનાવને ટાળવા પોલીસને અનુરોધ કર્યો હતો.

જિલ્લા શિક્ષણ અધિકારી એમ.એલ.રત્નુએ પરીક્ષાની પૂર્વ સંધ્યાએ પરીક્ષાર્થીઓ તેમના બેઠક નંબરો જોઇ શકે તે માટે બદલાયેલા નિયમ મુજબ સવારે ૧૧થીપ દરમિયાન વર્ગખંડમા જઇ નંબરો જોઇ શકશે. ઉપરાંત ખંડ નિરિક્ષકોને ડ્રો પધ્ધતીથી બ્લોક ફાળવાશે અને બ્લોક નંબરની માહિ‌તી પરીક્ષાના સમય સુધી ગુપ્ત રાખવામા આવશે. સીસીટીવી વગરના કેન્દ્રોમા વિડીયોગ્રાફી કરવામા આવશે. શિક્ષણ અધિકારીઓ વાલીઓને પણ અપીલ કરી છે કે પરીક્ષા કેન્દ્રો ઉપર બીનજરૂરી ભીડ ન કરવા અને ટોળે ન વળવાનુ આહવાન કર્યુ હતુ.