ગ્રામ્ય સંસ્કૃતિ જીવવા ચાલો ગુજરાતના આ સિટીના એગ્રો ફાર્મમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એગ્રો ટુરિઝમ કન્સેપ્ટ પર સુરતમાં ડેવલપ કરાયું એગ્રો ફાર્મ
- અહીં બાળકોની જૂની સંસ્કૃતિ અને રમતો સાથે ઓળખાણ પાક્કી કરાવાય છે


સતત ઓનલાઇન રહેતી આજની જનરેશનનું જૂના સમય સાથે અનુસંધાન જોડાયેલું રહે એ માટે સુરતથી આંઠ કિલોમિટર દૂર ભક્તાણા પાસે એગ્રો ટુરિઝમ કન્સેપ્ટ પર એક ફાર્મ ડેવલપ કરવામાં આવ્યું છે. સરકારની મદદથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ રીતે એગ્રો ટુરિઝમ ડેવલપ કરાઇ રહ્યાં છે, જ્યાં બાળકોને ટ્રેડિશનલ જીંદગી સાથે ઓળખાણ કરાવી આપવામાં આવે છે. એગ્રો ટુરિઝમ બાળકોનો પરિચય એ ગ્રામ્ય જીવન સાથે કરાવી આપે છે જેનાં વિશે બાળકો સ્કૂલમાં ભણી રહ્યાં છે. એગ્રો ટુરિઝમનાં પરેશ દેસાઈ કહે છે, કે, 'આ કન્સેપ્ટ ગુજરાત માટે નવો છે. આવી જગ્યા ગુજરાતમાં પહેલી વાર બનાવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં આવી ઘણી જગ્યાઓ છે. હવે એગ્રો ટુરીઝમ વધી રહ્યું છે. બાળકોને ગ્રામ્ય જીવનની ઓળખાણ અહીંથી કરાવી શકાય છે.’

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...