કૃષિ મહોત્સવમાં મહેસુલી, કેનાલ જેવા પ્રશ્નો હલ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ તાલુકાના વાંકલ ગામેથી સુરત જિલ્લા કક્ષાનો કૃષિ મહોત્સવ ૨૦૧૪નો રંગારંગ કાર્યક્રમ સાથે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આ વખતે નવતર પ્રયોગ હાથ ધરાયો છે, જેમાં ખેડૂતોના મહેસુલ, પિયત, કેનાલ, વીજકંપની વગેરેને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરાશે.ધરતીપુત્ર આધૂનિક ટેકનોલોજીથી ખેડૂતો આર્થિ‌ક રીતે સદ્ધર બની રાજ્યના વિકાસમાં સહયોગીનું આયોજન કરે છે. જેના ભાગરૂપે કૃષિ મહોત્સવ અમલીકરણ સમિતિ અને જિલ્લા ખેતીવાડી વિભાગના નેતૃત્વ હેઠળ માંગરોળના વાંકલ ગામ કૃષિ મહોત્સવ ૨૦૧૪નું ભવ્ય આયોજન કરાયું હતું.

સુરત જિલ્લા ંપચાયનતા પ્રમુખ અશ્વિનભાઈ પટેલે અન્ય જિલ્લાના પદાધિકારી- અધિકારીઓની ઉપસ્થિતિમાં રિબીન કાપી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. તેમણે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં આજથી વર્ષોની પરંપરા મુજબ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. તેમાં સુરત જિલ્લા અને કૃષિ મહોત્સવ ખેડૂતોને ખરા અર્થમાં મદદરૂપ બને એવી અનેક નવી પદ્ધિતિ અમલમાં મુકી છે. જેમાં પંદર દિવસ દરમિયાન કૃષિ રથ ગામે ગામ જશે ત્યાં સરકારના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહેશે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરશે, જેમાં જીઈબી આરોગ્ય વિભાગ, પશુ પાલન વિભાગ, મહેસુલ વિભાગ, સિંચાઈ વિભાગ, વનવિભાગ જેવા ખેડૂતોને કનડતા પ્રશ્નોના ઉકેલ કૃષિ તજજ્ઞો કરશે.તેમણે જિલ્લા પંચાયત વિકાસ અધિકારી રેમ્યા મોહને પણ વિસ્તૃત માહિ‌તી આપી હતી. વિસ્તારના પ્રગતિસીલ ખેડૂતો ઉમેશભાઈ ચૌધરી, દિલીપભાઈ ગામીત, નવીનભાઈ ચૌધરી વગેરેએ સફળ ખેતીના અનુભવો રજૂ કર્યા હતાં. ત્યારબાદ ખેતીવાડી બગાયતની કિટોનું ખેડૂતોને મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.