હાઈવે પર બે કારને ટક્કર મારી દારૂ ભરેલો ટેમ્પો ખાઈમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પીપોદરા પાસે હાઈવે પર પલટી ખાઈ ગયેલો ટેમ્પોમાંથી ૧૨.૩૦ લાખનો વિદેશી દારૂ મળી આવ્યો
- અકસ્માત બાદ ટેમ્પોનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી છૂટયો


નેશનલ હાઈવે નં ૮ પર કોસંબા પોસ્ટેની હદમાં પીપોદરા ગામની પાસેથી પસાર થતો બિયર ભરેલો આઈસર ટેમ્પોના ડ્રાઈવરે મંગળવારે ભરબપોરે ટેમ્પો બેફામ હંકારતો હતો હોવાથી પહેલા બે કારને અડફેટમાં લીધી હતી. ત્યારબાદ બે ભેંસ અડફેટમાં લીધી હતી. બંને ભેંસના મોત થતાં અકસ્માતમાં પશુપાલકે દૂધાળુ પશુ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે પીછો કરતા ભરવાડોથી બચવા ટેમ્પોને રોડની બાજુમાં ઉતારી દીધો હતો અને ટેમ્પોચાલક ત્યાંથી ભાગી છૂટયો હતો. ટેમ્પોમાંથી ૧૨.૩૦ લાખની વિદેશી દારૂની પેટી મળી આવી હતી.

કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં મંગળવારે બપોરે ૧.૦૦ વાગ્યાના સુમારે નવી સિયાલજ ગામ પાસે નેશનલ હાઈવે ઉપર એક આઈસર ટેમ્પો બેફામ રીતે હંકારી અમદાવાદ તરફ આગળ વધી રહ્યો હતો. ત્યારે બે કારને પણ અડફેટમાં લીધી હતી. પરંતુ ટેમ્પો ન અટકતા ડ્રાઈવરે બેફામ બની ટેમ્પો આગળ હંકારતાં બે ભેંસોને અડફેટમાં લીધી હતી. આથી બંને ભેંસોના મોત નીપજ્યા હતાં.