ઓફિસમાં મહિ‌લાકર્મી પાસે સાથીકર્મી દ્વારા બિભત્સ માગણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મજૂરાગેટ પર વ્હાઈટ હાઉસની બાજુમાં આવેલી એક કેબલ ઓપરેટરની ઓફિસમાં કામ કરતી યુવતી પાસે સાથીકર્મીએ બિભત્સ માગણીઓ કરી હતી. જે મામલે યુવતીએ ફરિયાદ કરતાં અઠવા પોલીસે ગુનો નોંધ્યો હતો. અઠવા પોલીસના જણાવ્યા અનુસાર, હર્ષાબેન ગમનલાલ રાણા (રહે. આકાશદીપ એપાર્ટમેન્ટ, હનુમાન ચાર રસ્તા) મજૂરાગેટ પર આવેલી એક કેબલ ઓપરેટરની ઓફિસમાં નોકરી કરે છે.
તેની સાથે કામ કરતા અમીત સીતારામ જયસ્વાલ (રહે. ૮પ, વિહાર સોસાયટી-૧, વેડ રોડ) નામનો ઇસમ છેલ્લા પાંચ માસથી હેરાન કરી રહ્યો હતો. અમીત ધમકીઓ આપીને આડા સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો હતો અને ફોન કરી નાલાયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યો હતો. આખરે કંટાળીને હર્ષાબેને ફરિયાદ કરતાં અઠવા પોલીસે અમીત જયસ્વાલ સામે ગુનો નોંધ્યો હતો.