પેરોલ જમ્પ કરી ભાગી છૂટેલો કેદી ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમાં ત્રણ વર્ષ પહેલા એક યુવાનની હત્યા કરનારા ઇસમને ર્કોટે આજીવન કેદની સજા ફટકારી હતી. જે ઓગસ્ટ-૨૦૦૮માં રાજકોટ જેલમાંથી પેરોલ રજા પર ગયો હતો, જે પરત જેલમાં આવ્યો ન હતો. આ ઇસમને ક્રાઇમ બ્રાંચે સુરતના કાપોદ્રા વિસ્તારમાં અક્ષર ડાયમંડ પાસેથી ઝડપી પાડયો હતો.

ક્રાઇમ બ્રાંચના જણાવ્યા અનુસાર, ભરત નાનુભાઈ હુદડ (રહે. શેરી નંબર-૨, સત્યનારાયણ સોસાયટી, હનુમાનપુરા રોડ, અમરેલી) નામના ઇસમ સામે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં સંખ્યાબંધ ગુના નોંધાયા છે. તેણે વર્ષ ૨૦૧૦માં અમરેલીના સરદાર ચોક વિસ્તારમાં રમેશ કુંભાર નામના ઇસમની હત્યા કરી હતી. આ હત્યાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને ર્કોટે તેને આજીદન કેદની સજા ફટકારી હતી. તેને રાજકોટ જેલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાંથી તે ઓગસ્ટ-૨૦૧૨માં પેરોલ રજા પર ઉતર્યો હતો. રજા પૂરી થઈ ત્યારે તે પરત જેલમાં આવ્યો ન હોઈ સ્થાનિક પોલીસ તેને શોધી રહી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાંચના પીએસઆઈ એમ. એ. સુમરાને બાતમી મળી હતી કે, આજીવન સજાનો આ ભાગેડુ કેદી કાપોદ્રાના અક્ષર ડાયમંડ પાસે ફરી રહ્યો છે. જેના આધારે ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.